લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, સપ્ટેમ્બર 2026 |
4059
અમેરિકા પર ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા ભીષણ આતંકવાદી હુમલાને ૨૫ વર્ષ વીતી ચૂક્યા છે, પરંતુ તે કાવતરાના એવા રહસ્યો હવે સામે આવી રહ્યા છે જેણે સમગ્ર તપાસ એજન્સીઓની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. બીબીસીની એક વિશેષ તપાસમાં સામે આવેલા અગાઉ ક્યારેય ન જાેવાયેલા વીડિયો ફૂટેજ દર્શાવે છે કે ૯/૧૧ હુમલાખોરો સાથે જાેડાયેલો શંકાસ્પદ ઓમર અલ-બાયોમી સાઉદી સરકારના અધિકારીઓ સાથે ગાઢ સંપર્કમાં હતો અને તે અલ-કાયદાના ભાવી લીડર અનવર અલ-અવલાકી સાથે પેઇન્ટબોલ રમતો પણ જાેવા મળ્યો હતો.આ ફૂટેજ, જે ૨૦૦૧ના હુમલાના ગણતરીના દિવસોમાં જ હ્લમ્ૈંના હાથમાં આવી ગયા હતા, તે હવે ૯/૧૧ના પીડિત પરિવારો દ્વારા સાઉદી અરેબિયા સામે કરવામાં આવેલા ૧ ટ્રિલિયન ડોલરના દાવાના પુરાવા તરીકે સાર્વજનિક થયા છે. પીડિત પરિવારોનો આક્ષેપ છે કે બાયોમીએ હુમલો કરનારા ૧૯ હાઇજેકર્સમાંથી બેને સીધી મદદ પહોંચાડી હતી. બીજી તરફ, સાઉદી અરેબિયાએ કોઈપણ પ્રકારની સંડોવણીનો સતત ઇનકાર કર્યાે છે.ઓમર અલ-બાયોમી ૧૯૯૪માં સાઉદી અરેબિયાથી અંગ્રેજીનો અભ્યાસ કરવાના બહાને સાન ડિએગો આવ્યો હતો. જાેકે, કોર્ટના દસ્તાવેજાે સ્પષ્ટ કરે છે કે તેણે અભ્યાસ પડતો મૂકીને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાનું શરૂ કરી દીધું હતું.