/
હાલોલના ચારણ સમાજ દ્વારા મુન્દ્રાની ઘટનાનો વિરોધ

હાલોલ ગત બુધવારના રોજ હાલોલ નગરના ચારણ સમાજ તથા ભરવાડ માલધારી સમાજના આગેવાનો દ્વારા સમાઘોઘા તાલુકો મુન્દ્રા ખાતે થોડા સમય પૂર્વે ઘટેલ ઘટનામાં ચારણ સમાજના બે યુવાનોનું પોલીસ દમનથી થયેલ મૃત્યુને વખોડી કાઢી, તેના આરોપીઓને જડપી પાડી સજા કરવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર હાલોલ મામલતદારને આપવામાં આવેલ હતું, તેમજ ટુંક સમયમાં આમ કરવામાં નહી આવે તો હાલોલ નગરમાં વસતાં ઉપરોક્ત બંન્ને સમાજના લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, તેવું પણ આવેદનપત્રમાં દર્શાવાયેલ હતું. પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ગત બુધવારના રોજ હાલોલ નગરમાં વસતાં ચારણ સમાજ તથા ભરવાડ માલધારી સમાજ ના આગેવાનો દ્વારા,થોડા સમય પૂર્વે સમાઘોઘા તાલુકો મુન્દ્રામાં ચારણ સમાજના બે નિર્દોશ યુવાનો પર પોલીસ ખાતા દ્વારા આચરવામાં આવેલ અમાનુષી અત્યાચારને પગલે બંન્ને યુવાનોના મૃત્યુ થયાં હોવાનું જણાઈ આવતા, તેનો વિરોધ દર્શાવીને લોકશાહીમાં આવી ઘટનાને કલંક સમાન ગણાવી, ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ ગુનેગારોને ટુંક સમયમાં જડપી પાડી કડક સજા કરવામાં આવે ને મૃતકના પરિવારોને ન્યાય આપવામાં આવે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution