હાલોલ, તા.૪ 

હાલોલ નગર તેમજ તાલુકામાં કોરોના પોઝિટિવ ના કેસો ખૂબ વ્યાપક પ્રમાણમાં વધતા જાય છે. આ અનુષંધાનમાં હાલોલ નગરપાલિકા તથા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધ્વારા ડોર ટુ ડોર કોરોના ચેકઅપ કેમ્પ યોજવામાં આવી રહ્યો છે જેમાં ગુરુવારે હાલોલ નગરપાલિકા તથા વોર્ડ નંબર ૮ ના કોર્પોરેટર ધ્વારા કંજરી રોડ પર આવેલ વોર્ડ નંબર -૮ અર્પણ સોસાયટી ખાતે તા.૨/૦૯ અને તા.૦૩/૦૯ ના રોજ ડોર ટુ ડોર કોરોનાનું ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા ટોટલ ૪૮ લોકોના ચેકઅપ કરવા માં આવ્યા હતા જેમા ૪૪ લોકોના કેસ નેગેટિવ આવ્યા હતા અને ૪ લોકોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.આમ હાલોલ નગરપાલિકા દ્વારા આવી પ્રશંસનીય કામગીરી રોજબરોજ અલગ અલગ વિસ્તારોમાં કરાઇ હતી.