દેવગઢબારિયા, આજરોજ દાહોદ જિલ્લામાં આર.ટી.પી.સી.આર ટકા રેપિડના મળી કુલ ૧૧૩૨ ટેસ્ટના પરીક્ષામાં કોરોના પોઝિટિવ ના વધુ ૧૨ કેસ સામે આવ્યા હતા. જેમાંથી ૧૧ કેસ માત્ર દાહોદ શહેરના જ છે. જ્યારે ઝાલોદ નગરનો એક પોઝિટિવ કેસ આવ્યો છે. ૧૬ જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. હાલ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૧૧૨ થવા પામી છે.  

દાહોદ જિલ્લાના આરોગ્યતંત્ર દ્વારા રોજેરોજ કોરોના પોઝિટિવ કેસ તેમજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જના આંકડા આપવામાં આવે છે. તે આંકડાઓ જાેતા દાહોદ જિલ્લાના કુલ કેસમાંથી ૫૦ ટકાથી વધુ કેસો દાહોદ શહેરી વિસ્તારમાં આવે છે. તે દાહોદ શહેરી વિસ્તારો માટે ખતરાની ઘંટી સમાન છે. દાહોદ શહેરના બજારોમાં રોજેરોજ થતી ભીડમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડી રહેલા ધજાગરા પણ દાહોદની આ સ્થિતિ માટે મહત્તમ જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જિલ્લામાં ઘટતા કેસ જાે ઇને તંત્ર દ્વારા પણ થોડી ઘણી ઢીલ મૂકવામાં આવી છે. તેઓ સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે જેના કારણે લોકો માસ્કના ઉપયોગમાં પણ ઢીલ વર્તતા જાેવા મળી રહી છે.