વલસાડ, કોવિડ ૧૯ ની ગાઈડ લાઈન નું પાલન ન કરનાર સામે કાયદેસર પગલાં ભરવા વલસાડ કલેકટરે આદેશ આપ્યા છે ત્યારે વલસાડ રેલવે પ્રશાસન સરકારી આદેશ ને ટલ્લે ચઢાવી દીધું હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે મહારાષ્ટ્ર થી બાઇરોડ આવનાર તમામ લોકો ને ભિલાડ ચેકપોસ્ટ પર જ કોરોના ની રિપોર્ટ ચેક કર્યા બાદ જ ગુજરાત માં પ્રવેશ આપવા માં આવી રહ્યું છે ત્યારે લોકો ટ્રેન મારફતે બિન્દાસ્ત રેલવે સ્ટેશન પર ઉતરી કોઈ પણ જાત ના રિપોર્ટ ચેક કરવા વગર અવર જવર કરતા હોવ ના સમાચારે વલસાડ કલેકટર ની ની કોરોના નથવાની કામગીરી પર પાણી વારી રહ્યું છે. મહારાષ્ટ્ર માં કોરોના વિસ્ફોટ થયા હોવા થી સરકારે ત્યાં થી આવનાર તમામ પ્રવાસીઓ માટે ઇ્‌ઁઝ્રઇ નો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે. જે પ્રવાસી પાસે પાછલા ૭૨ કલાકનો ઇ્‌ઁઝ્રઇ નેગેટિવ રિપોર્ટ હોય તેને જ પ્રવેશ આપવા રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના છે.પરંતુ રેલવે સ્ટેશન પર કોઈ પણ જાત ની ચકાસણી ન હોવા કોરોના રેલવે ટ્રેન માં બેસી સરેઆમ ગુજરાત માં પ્રવેશી રહ્યો છે.વલસાડ આવી રહેલા પ્રવાસીઓ પણ કહી રહ્યા છે કે, રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના રિપોર્ટનું ચેકીંગ થવું જાેઈએ જેથી સંક્રમણ ફેલાતું અટકે. રેલવે ના ઉચ્ચ અધિકારીઓ પોતા નો લુલો બચાવ કરતા એમ જણાવી રહ્યા છે કે આરોગ્ય વિભાગ રેલવે સ્ટેશન પર કોરોના ની ચકાસણી કરવા માટે ટિમ નીયુક્ત કરવા માંગણી કરવા માં આવી છે. પરંતુ સ્ટેટ આરોગ્ય વિભાગે હજુ સુધી એકપણ કર્મચારીઓને ઇ્‌ઁઝ્રઇ રીપોર્ટ ચેક કરવા રેલવે સ્ટેશને મોકલાવ્યા નથી. એ આર એમ અનુ ત્યાગી એ ગુજરાતમાં આવતા તમામ યાત્રીઓન ઇ્‌ઁઝ્રઇ રીપોર્ટ ચેક કરવાની જવાબદારી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની છે. અમારી ટ્રેનમાં યાત્રા કરીને આવેલા યાત્રીઓને ઇ્‌ઁઝ્રઇ રીપોર્ટ ચેક કરવા માટે રેલવે વિભાગે કોઈ આદેશ કર્યો ન હોવાનું જણાવી પોતા નો લુલો બચાવ કરી રહ્યા છે. આવી જ સ્થિતિ રહી તો વલસાડ જ નહીં ગુજરાત માં ઘાતક કોરોના નો ભયનકર વિસ્ફોટ થશે.