/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવતાં દલિત સમાજમાં આક્રોશ

ભરૂચ, તા.૬ 

દુનિયાનું સૌથીમોટુ સંવિધાન બનવનાર ડાૅ. બાબા સાહેબ આંબેડકર કે જેઓની પ્રતિમાઓ દેશ વિદેશમાં જોવા મળે છે. જેઓએ દેશમાં દરેક વર્ગ સમાન રહે તે માટે અઢળક પ્રયાસ કર્યા હોય તેમજ દલિત સમાજના પ્રેરણા સ્ત્રોત સમાન ડાૅ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કેટલાક લોકો દ્વારા મજકના વિડીયો બનાવવાનું સાધન બની ગઈ હોય તેમ ભરૂચમાં રેલવે ગ્રાઉન્ડ ખાતે ત્રણ યુટ્યૂબરો દ્વારા એક વિડીયો સોસિયલ મીડિયાપર મુકવામાં આવ્યો હતો.

વીડિયોમાં ડાૅ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાપાસે બેસી મજાક મસ્તી કરી પ્રતિમાને “તેડીબિયર” શબ્દનો ઉપયોગ કરતાં લોકોમાં ભારે રોષની લાગણી છવાઈ હતી. વિડીયોમાં બે યુવાનોએ પ્રતિમાની બાજુમાં બેસી ડાૅ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના માથાના ભાગે હાથ ફેરવી મજાક કરી હતી. તેમજ પ્રતિમાને મજાકનું સાધન સમજી વિડીયો બનાવી સોસિયલ મીડિયા ઉપર મુક્યો હતો. આવી ઘટના બનતાં જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ખાસ કરીને દલિત સમાજ આ ઘટના બાબતે લાલઘૂમ થયો છે.

હવે પછી આવનાર સમયે ડાૅ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે કોઈ ચેડા ન કરી અપમાનજનક પ્રવૃત્તિ ન કરે તે અર્થે જિલ્લા કલેકટર સહિતને આવેદન આપવાની હિલચાલ ચાલી રહી છે. ભરૂચ સહિત અન્ય જીલ્લાઓમાં આ વીડિયો વાયરલ થતાં આ ત્રણ યુટ્યૂબર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવો સુર ઉઠાવ્યો હતો.પરિણામે બોખલાઈ ગયેલા ત્રણ યુટ્યૂબરોએ ડાૅ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે જ ઉભા રહી સમગ્ર ઘટના સંદર્ભે માફીપણ માંગી હતી. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution