લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026 |
1584
કર્ણાટક સરકારે રાજ્યની તમામ કૉલેજાેમાં એચઆઇવી તપાસ અને કાઉન્સેલિંગને લઈને મોટું પગલું ભર્યું છે. રાજ્ય એઇડ્સ નિવારણ સોસાયટીના વિશેષ નિર્દેશ બાદ સરકારે ર્નિણય લીધો છે કે હવે સરકારી, સહાયતા પ્રાપ્ત અને ખાનગી કૉલેજાેમાં નિયમિતપણે એચઆઇવી ટેસ્ટિંગ અને જાગરૂકતા શિબિરો આયોજિત કરવામાં આવશે. આ કેમ્પોનો ઉદ્દેશ્ય યુવાનોમાં સંક્રમણની સમયસર ઓળખ કરવી અને તેમને આવશ્યક પરામર્શ ઉપલબ્ધ કરાવવાનો છે.
એચઆઇવીથી પ્રભાવિત લોકોની સંખ્યાના મામલે કર્ણાટક દેશમાં ત્રીજા સ્થાને છે. રાજ્યમાં હાલમાં આશરે ૨.૬૦ લાખ લોકો એચઆઇવી સાથે જીવન જીવી રહ્યા છે. આમાંથી લગભગ ૨.૦૫ લાખ દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે, જ્યારે આશરે ૫૪ હજાર લોકોને અત્યાર સુધી એ પણ ખબર નથી કે તેઓ સંક્રમિત છે. આરોગ્ય વિભાગ માટે આ જ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે.
એચઆઇવી સંક્રમણ સૌથી ઝડપથી ૧૮ થી ૩૫ વર્ષની વય જૂથમાં ફેલાઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં આ વય જૂથમાં એચઆઇવી સંક્રમિત લોકોની સંખ્યા આશરે ૪૪,૫૦૦ હતી, જે ૨૦૨૫-૨૬ માં વધીને લગભગ ૬૬,૬૦૦ થઈ ગઈ છે.