લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, સપ્ટેમ્બર 2026 |
3465
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ ‘ઓપરેશન અશદર’ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. બડગાંવ જિલ્લાના અશદર ગલીમાં થયેલા ઘર્ષણમાં લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની આતંકવાદી યાસિરને ઠાર મરાયો છે. યાસિર પહલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના ભીષણ આતંકી હુમલાનો મુખ્ય આરોપી હતો. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. સુરક્ષાદળોએ આ હુમલાના તમામ ૪ આતંકવાદીઓને ઠાર મારી કડક સંદેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોએ ‘ઓપરેશન અશદર’ હેઠળ મોટી કાર્યવાહી કરતા પહલગામ આતંકી હુમલા સાથે જાેડાયેલા વધુ એક કુખ્યાત આતંકવાદીને ઠાર કર્યો છે. બડગાંવ જિલ્લાના અશદર ગલીના દુર્ગમ પહાડી વિસ્તારમાં થયેલા ઘર્ષણમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી યાસિરને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ આતંકવાદી પાકિસ્તાનનો વતની હતો અને ત્યાંના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો. સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનેગારો ગમે ત્યાં ભાગી શકે છે પરંતુ છૂપી શકતા નથી. પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાર મુખ્ય આતંકવાદીઓની સંયુક્ત તસવીર જારી કરવામાં આવી હતી. આ હુમલાને અંજામ આપનારા સુલેમાન શાહ, જુનેદ રમઝાન, હાશિમ મૂસા અને યાસિર સામેલ હતા. સુરક્ષાદળો અગાઉ અન્ય ત્રણ આતંકવાદીઓને ઠાર કરી ચૂક્યા છે. જ્યારે હવે યાસિરનો પણ ખાતમો થવાથી પહલગામ હુમલા સાથે સંકળાયેલા તમામ ચારેય આતંકવાદીઓનો સફાયો થઈ ગયો છે.