/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

રાજપીપળામાં નવી કોવિડ હોસ્પિ.ની શરૂઆત થતાં પહેલાં જ લોકોનો વિરોધ 

રાજપીપળા, તા.૧ 

નર્મદા જિલ્લામાં ૪૦૩ કોરોનાના કેસો નોંધાયા છે જેમાંથી ૩૦૧ દર્દીઓ સાજા થતા એમને રજા અપાઈ છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે લોકો કોરોનાનો ટેસ્ટ કરવાથી દૂર ભાગતા હોવાની બુમો પણ ઉઠી છે.રાજપીપળા વિવિધ વેપારી મંડળે સીએમ રૂપાણીને ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે,

પત્રમાં આક્ષેપો લગાવ્યા છે કે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલેટર કોઈ ડોક્ટરને ઓપરેટ કરતા આવડતું નથી.વેન્ટિલેટરની સેવા યોગ્ય રીતે ઉપલબ્ધ ન હોવાને લીધે દર્દીઓના મૃત્યુ થાય છે, કોવિડ હોસ્પિટલમાં શૌચાલયની સફાઈનો ઘણો મોટો પ્રશ્ન છે.રાજપીપળા નજીકના વ્રજ એવેન્યુ કોમ્પ્લેક્ષમાં ૫૦ બેડની અદ્યતન સુવિધા વાળી પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ ચાલુ કરવાની તજવીજ શહેરના પ્રાઇવેટ ડોક્ટરો દ્વારા હાથ ધરાઈ હતી.દરમિયાન એ કોમ્પ્લેક્ષના દુકાનદારોએ વિરોધ દર્શાવી નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું, દુકાનદારોનું કેહવું છે કે જો અહીંયા કોવિડ હોસ્પિટલ ખોલવામાં આવે તો અમારે ત્યાં કોઈ ગ્રાહક આવે જ નહીં.અમને અને આસપાસના લોકોને કોરોના સંક્રમણનો પણ ખતરો રહેલો છે.તો તબીબોનું કેહવું છે કે નર્મદા જિલ્લામાંથી અન્ય શહેરોમાં કોરોનાની લાખોના ખર્ચે થતી સારવાર અહીંયા નજીવા દરે ઉપલબ્ધ થાય એ હેતુથી અમે કાર્ય હાથ ધર્યું હતું,

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution