મહુધા : મહુધા એપીએમસી ખાતે નવ નિયુક્ત મહુધા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ નિલેશ પટેલના સન્માન સમારોહમાં મહુધા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને પાયાના કાર્યકર ગોવિંદભાઇ પટેલ દ્વારા પાર્ટીની રજૂઆતને પગલે મહુધા ટીડીઓ કાજલ આંબલિયાની બદલી કરાતાં રાજીનામું ધરી દેતાં મહુધા ભાજપમાં હડકંપ મચી ગયો છે! 

સૂત્રોનું કહેવું છે કે, એક ચર્ચા મુજબ, થોડાં સમય અગાઉ મિર્ઝાપુરમાં ખાનગી ફાર્મહાઉસ ખાતે ભાજપનું કાર્યકર સંમેલન યોજવામાં આવ્યંુ હતું. આ સંમેલનમાં મહુધા ટીડીઓની કામગેરીને લઈ ૧૫ જેટલાં કોંગ્રેસના સરપંચો અને કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. જેની સામે ભાજપ મોવડી મંડળ દ્વારા ૭ દિવસમાં ટીડીઓની બદલીની બાયધરી આપવામાં આવી હતી. વચનનું પાલન કરતાં મહુધા ટીડીઓ કાજલ આંબલિયાની બદલી પાકિસ્તાનની બોર્ડર નજીકના બનાસકાંઠા જિલ્લાના સિગામ તાલુકા ખાતે કરી દેવામાં આવી હતી.

બીજી તરફ ખુદ ભાજપના કેટલાંક કાર્યકરો અને ભાજપના સ્વામી વિવેકાનંદ યુવક મંડળના યુવાઓ સહિત પંથકના મોટા ભાગના લોકો ટીડીઓની કામગીરીથી ખુશ હતાં. ટીડીઓની બદલીના પ્રત્યાઘાતની અસર મહુધા તાલુકા ભાજપના નવ નિયુક્ત પ્રમુખના સન્માન સમારોહમાં જાેવા મળી હતી. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મહુધા તાલુકા ભાજપ પ્રમુખની છેલ્લાં બે માસથી ખાલી પડેલાં પદ પર મહુધા એપીએમસી ચેરમેન નિલેશ પટેલને પ્રમુખપદ જાહેર કરવામાં આવ્યાં હતાં, જેનાં પગલે મહુધા એપીએમસી ખાતે તેઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ અને પાયાના કાર્યકર ગોવિંદભાઇ પટેલે રાજીનામું ધરી દેતાં કાર્યક્રમમાં સોંપો પડી ગયો હતો. પાર્ટી દ્વારા પ્રજાલક્ષી અને કટકીબાજાે સામેની કાર્યવાહી કરતાં મહુધા ટીડીઓ કાજલ આંબલિયાની બદલી કરવામાં આવતાં નવ નિયુક્ત પ્રમુખને રાજીનામંુ આપ્યું હોવાની પંથકમાં ચર્ચાએ જાેર પક્ડ્યંુ છે. મહુધા તાલુકા ભાજપ સંગઠનમા મોટા ભાગના કાર્યકરો ટીડીઓની બદલીથી નારાજ થયાં હોય તેવી વાતો સામે આવી રહી છે. બીજી તરફ થોડાં દિવસોમાં જ તાલુકા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું બહાર પડવાની શક્યતા છે. ત્યારે કાર્યકર્તાઓની નારાજગી અને ટીડીઓની બદલી ભાજપ માટે નવી ચેલેન્જ સાબિત થાય તેવી શક્યતા હોવાનું કહેવાય છે.