છોટાઉદેપુર

સંખેડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૧૨ મુજબના કામનો આરોપી ટીનો ઉર્ફૅ અમિષભાઇ દેસાઇ રહે.બહાદરપુર દેસાઇ શેરી તા.સંખેડા જી.છોટાઉદેપુર તથા છોટાઉદેપુર પો.સ્ટે.માં રાયોટીંગ તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી સરતાનભાઇ રાઠવા રહે.ગુડા ખોખરા ફળીયા તા.જી.છોટાઉદેપુરની વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મે.જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરી તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્ત મંજુર થતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્રારા સામાવાળાઓને આજરોજ પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ તેમજ પોરબંદરજેલ ખાતે મોકલી આપેલ છે.જુગાર કેસમાં પાસા હેઠળ ટીનો ઉર્ફૅ અમિષભાઇ દેસાઇ ઉ.વ.૩૮ રહે.બહાદરપુર દેસાઇ શેરી તા.સંખેડા જી.છોટાઉદેપુરઅને દારૂ તેમજ રાયોટીંગના ગુનામાં પાસા હેઠળ સરતાનભાઇ ગોપલાભાઇ રાઠવા ઉ.વ.૩૫ રહે.ગુડા ખોખરા ફળીયા તા.જી.છોટાઉદેપુરનો સમાવેશ થાય છે.