ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના કેસોના સંદર્ભમાં કોર કમિટીની બેઠકમાં ઉચ્ચ સ્તરીય ચર્ચા હાથ ધરી હતી. જેમાં રોગ નિયંત્રણના તાત્કાલિક ઉપાયો તેમજ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર વ્યવસ્થાઓ, હોસ્પિટલ, બેડ વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ સુરત, રાજકોટ. વડોદરા અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરો સાથે આ બેઠક દરમિયાન વીડિયો કોન્ફરન્સ યોજીને સંબંધિત શહેરોની સ્થિતિની વિગતો મેળવી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ, કમિશનર જય પ્રકાશ શિવહરે, હારિત શુક્લા વગેરે વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.