પાદરા, તા.૧૪

પાદરા ના ડબકા ગામે ઔદ્યોગિક સલામતી, પર્યાવરણ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા બનાવેલ સત્યતા શોધક સમિતિના સભ્યો દ્વારા મહીસાગર નદી તથા પ્રદૂષણ વાળા વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી હતી. ગુજરાત માં ઔધોગિક એકમો થી વધતા પ્રદુષણ ના કારણે નાગરિકો ના જીવ સામે જાેખમ વધ્યું છે, પર્યાવરણ બચાવવા ની સાથે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ફેક્ટ ફાઇડીગ કમિટી બનાવી પ્રદૂષણ વાળા વિસ્તારમાં મુલાકાત લઈ રહ્યા છે જેના ભાગરૂપે પાદરા તાલુકા ની મુલાકાતે કમિટી ના સભ્યો માં પૂર્વ મંત્રી તુષાર ચૌધરી તથા વિપક્ષી નેતા અમી રાવત સહિત ના સભ્યો એ પાદરા ના ડબકા ગામ ના મહિસાગર નદી સહિત ના ગામો ની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં વધતા જતા ઔદ્યોગિક જીવલેણ અકસ્માતો, પ્રદૂષણોના લીધે નાગરિકોના જીવ સામે જાેખમ સહિતના ઔદ્યોગિક સલામતી, પર્યાવરણ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા બનાવેલ સત્યતા શોધક સમિતિ (ફેક્ટ ફાઇડીંગ કમિટી)ના મેમ્બરો માં કોંગ્રેસના વડોદરા ના અમી રાવત તથા કેન્દ્ર ના પૂર્વ રાજ્ય મંત્રી તુષાર ચૌધરી સહિત પૂર્વ સાંસદ. પ્રભાબેન તાવીયાડ તથા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રસાંત પટેલ તથા વડોદરા જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ સાગર કોકો સહિત ના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડબકા આવતા સરપંચ મહેશ જાદવ સહિત ગ્રામજનો એ આવેલા કોંગ્રેસ કમિટી ના સભ્યો નું સ્વાગત. કર્યું હતું ત્યારબાદ પાદરા તાલુકા માં મુલાકાત લીધી જેમાં જળ અને વાયુ પ્રદુષિત થાય તે સ્થળો ની મુલાકાત લીધી હતી. પાદરા ના ડબકા ગામ પાસે થી પસાર થતી મહીસાગર નદી ની મુલાકાત લીધી હતી સાથે પાદરા ના ઔધોગિક એકમોના વિસ્તારમાં આવતા ગામોની મુલાકાત લીધી હતી. પ્રદુષણ ના ગુજરાત માં બનાવેલ કમિટી ના સભ્યો એ પાદરા તાલુકા ની મુલાકાત લીધી હતી. પાદરા ના ડબકા ગામ ખાતે મહીસાગર ખાતે આવી પહોંચ્યા હતા અને ગ્રામજનો તેમજ સરપંચ સાથે મુલાકત કરી હતી અને મહીં નદી માં થતા પ્રદુષણ તથા તેના થી પડતી મુશ્કેલીઓ ની માહિતી મેળવી હતી..ગ્રામજનો એ પણ વધતા પ્રદુષણ અંગે ચિતા વ્યક્ત કરી ને રજૂઆત કરી હતી.

પર્યાવરણ બચાવ ના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા બનાવેલ સત્યતા શોધક સમિતિ (ફેક્ટ ફાઇડીંગ કમિટી) ના કોંગ્રસ ના સભ્યો એ પાદરા વિસ્તારમાં મુલાકતા લીધી અને તેનો રિપોર્ટ જી.પી.સી.બી આપી ને રજૂઆત કરવામાં આવશે.અનેક ઔધોગિક એકમો દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જે માટે પાદરા તાલુકા ની મુલાકાતે આવેલા અમી રાવતે જણાવ્યું હતું કે જરૂર પડશે તો જન આંદોલન પણ કરવામાં આવશે..