વડોદરા, તા.૪

કોમ્પ્યૂટર પર રોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થાઓને ક્લાસ શરૂ કરવાની પરવાનગી આપવાની માગ સાથે ગુજરાત એસોસિયેશન ઓફ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ વડોદરા શહેર-જિલ્લાના પ્રતિનિધિઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા અનલાક-૧ની જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા પણ તા.૧ જૂનથી ગુજરાત રાજ્યમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે, જેથી દરેક લોકો પોતપોતાના વ્યવસાર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન મુજબ કરી શકે. તો આ સંજાગોમાં કોમ્પ્યૂટર સેન્ટરમાં રોજગારલક્ષી તાલીમો આપવામાં આવે છે અને જેમાં નોંધણી કરાવનારા તાલીમાર્થી ધો.૧૦ કે તેથી વધુ અભ્યાસ કરેલ હોય તેવા હોય છે. તેઓ કોર્સ શીખીને સીધા નોકરી મેળવતા હોય છે અને આગળના અભ્યાસ માટે તેઓને આ કોર્સ ઉપયોગી હોય છે. આ બધા જ તાલીમાર્થીઓ સરકાર દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈનનું પાલન કરી શકે એવા જ હોય છે. અમારે ત્યાં નાના બાળકો કોમ્પ્યૂટર તાલીમ માટે આવતા નથી. કેમ કે, શિક્ષણ તેમને સ્કૂલમાંથી જ મળી જતું હોય છે.અમારા કોમ્પ્યૂટર સેન્ટરોમાં એટલી મોટી સંખ્યામાં વ્યક્તિઓ નથી આવતા કે જેનાથી સરકારની ગાઈડલાઈનનો ભંગ થાય. એક કોમ્પ્યૂટરથી બીજા કોમ્પ્યૂટર વચ્ચે જગ્યા હોય છે. જા આપ પરવાનગી આપશો તો ક્લાસ શરૂ કરવાની તો એક કોમ્પ્યૂટર છોડી બીજા કોમ્પ્યૂટર પર અમે તાલીમાર્થીને તાલીમ આપીશું.ગુજરાત રાજ્યમાં હાલ બધા જ કોમ્પ્યૂટર સેન્ટરો બંધ છે. કોઈપણ કોમ્પ્યૂટર સેન્ટર માટે વેકેશનનો સમય ખૂબ જ મહ¥વનો સમય હોય છે. કેમ કે, આજના ઈન્ટરનેટના યુગમાં નવી નવી ટેકનોલોજી શીખવા માટે તાલીમાર્થીઓ માટે આ જ સમય હોય છે.