વડગામ,તા.૯ 

વડગામ તાલુકામાં ચોમાસું અડધા ઉપર વિતવા છતાં વરસાદ ખેંચાતાં તાલુકાભરમાં ખેડુતો અને પશુપાલકોની હાલત દયનીય બની રહી છે.ચોમાસુ અડધું વિતવા છતાં વરસાદ નહીવત થતાં ખેડુતો દ્વારા મોંઘા ભાવે બિયારણો લાવીને વાવવામાં આવ્યા હતા.પરંતુ વરસાદના અભાવે ખેડુતોનો મહામુલો પાક મુરઝાવા લાગ્યો હતો. પરંતુ રવિવારના સવારે દસ વાગ્યાથી જ મેઘાએ મહેર કરીને ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. બાદમાં ૧૦થી સાંજે ૪ વાગ્યા સુધી ૪૩ મી.મિ. વરસાદ ખાબક્યો હતો.આમ તાલુકામાં સાત કલાકમાં પોણા બે ઇંચ વરસાદથી તાલુકા લોકોમાં આનંદ છવાયો હતો.અને તાલુકાના ખેડૂતોના પાકને જીવતદાન મળે તેવી આશા ખેડુતોમાં બંધાઇ છે.સાત કલાકમાં પડેલા પોણા બે ઇંચ વરસાદથી વડગામ સહીત તાલુકાભરના ગામડાઓમાં પાણી ભરાયાં હતાં.વડગામ મામલતદાર કચેરીના ડીઝાસ્ટર મેનેજમેન્ટના સુત્રો પાસેથી સતાવાર વરસાદના આંકડા જાણવા મળ્યા હતા.આમ મોડે મોડે પણ વરસાદના આગમન લોકોમાં આનંદ છવાયો હતો.