દિલ્હી-

આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ક્રુડતેલની અસર ગણાવાય છે. છતાં સરકાર દ્વારા ટેકસ ઘટાડા મારફત રાહત આપવાની દિશામાં કોઈ પગલા લેવામાં આવતા ન હોવાથી આમ આદમીમાં ઉહાપોહ વધતો રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલીયમ ચીજો મોંઘી થઈ હતી. નવા-નવા અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂા.100ને વટાવવા લાગ્યો છે. મહાનગર મુંબઈમાં પેટ્રોલનો ભાવ 100.72ના સ્તરે પહોંચી ગયો હતો જયારે ડીઝલ રૂા.92.69 થયુ હતું. પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 94.49 તથા ડીઝલ 85.38 થયુ હતું. પેટ્રોલ-ડીઝલમાં કેટલાંક વખતથી એકાંતરા ભાવવધારો થયો હતો. આ વખતે સળંગ બે દીવસ ભાવ વધ્યા છે. આ પૂર્વે સળંગ એક પખવાડીયા સુધી ભાવવધારાનો રેકોર્ડ થયો હતો. પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી વખતે રાજકીય લાભ મેળવવા ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. ત્યારપછીથી સતત તેજીની આગ લાગી છે અને વપરાશકારોને ડામ સહન કરવો પડી રહ્યો છે.