દિલ્હી-

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રધુરામ રાજને સરકારના 'આર્ત્મનિભર ભારત' યોજના હેઠળ આયાત પ્રતિસ્થાપનને પ્રાધાન્ય આપવા મામલે સાવધાન કર્યા હતા. તેમણે કહ્યું કે દેશમાં પહેલા પણ આ રીતના પ્રયાસો થઇ ચૂક્યા છે. પણ આપણે સફળ નથી રહ્યા. રાજને કહ્યું કે જાે તેમાં આત્મ ર્નિભર ભારતની વાત પર જાેર આપવામાં આવે તો ટેરિફ લગાવીને આયાતનું ફેરબદલ તૈયાર કરવામાં આવશે, તો મારું કહેવું છે કે આ તે રસ્તો છે જેને પહેલા અમે પણ પ્રયાસ કરી ચૂક્યા છીએ પણ અસફળ રહ્યા છે. આ રસ્તા પર આગળ વધવાને લઇને હું સાવધાન કરવા માંગુ છું.

રાજને ભારતીય વિદ્યા ભવનના એસપી જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર ફોર ફાઇનેંસિયલ સ્ટડીઝ દ્વારા આયોજીત એક વેબિનારને સંબોધિત કરતા આ વાત કહી હતી. તેમણે કહ્યું કે દેશના નિર્યાતકોને પોતાના નિર્યાતને સસ્તો રાખવો માટે આયાત કરવાની જરૂર હોય છે. જેથી તે આ આયાત કરેલા માલનો ઉપયોગ કરીને નિર્યાતમાં થઇ શકે.

ચીન પણ અનેક દેશોથી આયાત કરે છે. રાજને સ્પષ્ટ કહ્યું કે ચીન એક નિર્યાત તાકાતની રીતે ઊભરી રહ્યો છે. તે બહારથી વિભિન્ન સામાનોની આયાત કરી તેને એસેમ્બલ કરે છે અને પછી તેને નિર્યાત કરે છે. નિર્યાત માટે તમારે આયાત કરવી પડે છે. ઊંચા ભાવે ના લગાવો પણ ભારતમાં ઉત્પાદન માટે સારો પરિવેશ તૈયાર કરો.

રાજને કહ્યું કે સરકાર દ્વારા લક્ષિત ખર્ચ લાંબા ગાળે ફળદાયી થઈ શકે છે. 'હું માનું છું કે આખા ખર્ચની દેખરેખ પર નજર રાખવી જાેઈએ અને સાવધાન રહેવું જાેઇએ. આ ખુલ્લી ચેક બુક આપવાનો સમય નથી. પરંતુ આવા સંજાેગોમાં, કોઈપણ લક્ષ્ય પર કરવામાં આવતા ખર્ચ બુદ્ધિ અને સાવધાનીથી કરવામાં આવે છે. તેથી તે તમને વધુ સારા પરિણામો આપી શકે છે.