લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ઓગ્સ્ટ 2026 |
4455
કેન્દ્રીય મંત્રીમંડળના આગામી વિસ્તરણ અને ફેરબદલને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ટીમનું પુન:ગઠન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં નવા ચહેરાઓને તક આપવા અને મંત્રીઓને નવી જવાબદારીઓ સોંપવા અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે. આ શક્ય ફેરબદલમાં અનુરાગ ઠાકુર, કેશવ પ્રસાદ મૌર્ય, ડૉ. અલકા ગુર્જર અને રાઘવ ચઢ્ઢા જેવા નેતાઓના નામો નવા મંત્રી તરીકે ચર્ચામાં મોખરે છે. મંત્રીમંડળ પુન:ગઠનમાં નાણાં, પેટ્રોલિયમ, આરોગ્ય, શહેરી વિકાસ, ઊર્જા, શિક્ષણ, રોડ-ટ્રાન્સપોર્ટ અને હાઈવે, રમતગમત, ટેલિકોમ તેમજ પર્યાવરણ જેવા અગત્યના મંત્રાલયોને નવા મંત્રીઓ મળે તેવી સંભાવના છે. શિક્ષણ મંત્રી તરીકે બે નામો ઉભરી રહ્યા છે, જેમાં એક યુવા ચહેરાનો સમાવેશ થાય છે. બીજી તરફ, પિયુષ ગોયલને ભાજપના રાષ્ટ્રીય ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવા છતાં તેઓ વાણિજ્ય મંત્રી તરીકે પોતાની સેવાઓ ચાલુ રાખશે અને પક્ષ તથા સરકાર બંનેમાં ભૂમિકા ભજવશે. જાેકે, વિદેશ, રેલવે, વાણિજ્ય, સંરક્ષણ અને કૃષિ જેવા કેટલાક મંત્રાલયોમાં કોઈ ફેરફાર વગર અકબંધ રાખવામાં આવે તેવી શક્યતા છે.
સાથી-બળવાખોર જૂથોની મંત્રીપદની માગણીઓ
મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં સહયોગી પક્ષો દ્વારા પણ માંગણીઓ તીવ્ર બની છે. ચિરાગ પાસવાન પોતાના માટે મહત્વનું મંત્રાલય ઈચ્છી રહ્યા છે, જ્યારે એકનાથ શિંદે જૂથ દ્વારા ૧ કેબિનેટ અને ૧ રાજ્ય મંત્રી (MoS) પદની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત,TMC ના બળવાખોર ( (NCPI)) જૂથને ૧ કેબિનેટ અને ૨ રાજ્ય મંત્રી અથવા ત્રણેય રાજ્ય મંત્રીપદ મળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.