/
આણંદમાં બે લાખ દહેજની માગણી કરી ત્રાસ ગુજારતાં પતિ સામે પોલીસ ફરિયાદ

આણંદ : આણંદમાં જુગરિયાએ જુગારની લતમાં પત્નીનું સ્ત્રીધન વેચી નાખી ઉપરથી પત્ની પર ત્રાસ ગુજારી બે લાખના દહેજની માગણી કરતાં પીડિત મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. મહિતાની ફરિયાદ મુજબ, પીડિત પરિણીતા ઉપર પતિ અને સાસુ-સસરા શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજમાં ૨ લાખની માગણી કરી હતી. આ બાબતે આણંદ મહિલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, ટીંબા ગામની મહિલાનાં લગ્ન ૧૮ વર્ષ પહેલા આણંદની ટીબી હોસ્પિટલ પાછળ રહેતાં ઈરફાન હાજીમહંમદભાઈ વ્હોરા સાથે થયાં હતાં. શરૂઆતમાં લગ્ન જીવન ખુશીઓ ભર્યું રહ્યંુ હતું. ત્યારબાદ ધીમે ધીમે પતિએ પોત પ્રકાશ્યું અને રોજ પૈસાની બાબતે તકરાર અને કંકાસ વધવા લાગ્યો હતો. પીડિત મહિલાના ધ્યાને આવી ગયું કે પતિ ઈરફાન જુગારની લત ધરાવે છે. બે સંતાનોના જન્મ બાદ સાસુ સૂફીયાબેન અને સસરા હજીમહંમદની ચઢવણીથી પતિ ઈરફાને નાની નાની બાબતોએ ઝગડા અને મારઝૂડ શરૂ કરી દીધી હતી. જુગારની લત્તે ચઢેલાં પતિ ઇરફાને પીડિતાનાં દાગીના પણ વેચી નાખ્યાં હતાં.  

પોલીસ સૂત્રોનું વધુમાં જણાવવુ છે કે, પૈસે ટકે ખાલી થઈ ગયેલા ઇરફાને પીડિતા પાસે પિયારમાંથી બે લાખ દહેજ લઈ આવવાની માગણી કરી હતી. ૧૮ વર્ષના ત્રાસરૂપ લગ્ન જીવનથી ત્રસ્ત પીડિત મહિલાની સહનશક્તિ ખૂટી ગઈ હતી. વળી બે લાખની માગણી સાથે પતિ દ્વારા રોજ મારઝૂડ અને અપશબ્દોનો શિકાર બનેલી મહિલાએ આખરે આણંદ મહિલા પોલીસનું શરણ લીધું છે. આણંદ મહિલા પોલીસ મથકે પતિ ઈરફાન વ્હોરા અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આણંદ મહિલા પોલીસે અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution