લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2026 |
1683
ખેડા જિલ્લામાં પ્રોહિબિશન અને દારૂના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી ખેડા જિલ્લા પોલીસ દ્વારા ગુતાલ ગામે એક મોટું અને આક્રમક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ડ્ઢઅજીઁ બાજપાઈના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વહેલી સવારે ૫:૩૦ કલાકથી જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન માટે પોલીસ તંત્ર દ્વારા ૬ સરકારી અને ૧૫ ખાનગી વાહનોના મોટા કાફલા સાથે આશરે ૧૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ ગુતાલ ગામે ઉતારી દેવામાં આવી હતી. પોલીસે સમગ્ર ગામને ચારેય તરફથી કોર્ડન કરી લઈને સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી, જેના કારણે સ્થાનિક બુટલેગરોમાં ભારે સન્નાટો અને ફફડાટ વ્યાપી ગયો હતો.
આ મેગા ડ્રાઈવને સફળ બનાવવા માટે ખેડા જિલ્લા પોલીસની અનેક શાખાઓ અને સ્થાનિક પોલીસ મથકોને સાંકળી લેવામાં આવ્યા હતા. આ મિશનમાં ન્ઝ્રમ્ (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), સાયબર સેલ, નડિયાદ ટાઉન પોલીસ, નડિયાદ પશ્ચિમ પોલીસ, નડિયાદ રૂરલ પોલીસ તેમજ વડતાલ પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો એકસાથે જાેડાઈને સામૂહિક દરોડા પાડ્યા હતા. તમામ ટીમોને અલગ-અલગ વિસ્તારોની જવાબદારી સોંપીને બુટલેગરોના સંભવિત અડ્ડાઓ, રહેણાંક વિસ્તારો અને દારૂ ગાળવાના સ્થળો પર એકસાથે ત્રાટકવામાં આવ્યું હતું.
ખાનગી સૂત્રો અને પ્રાથમિક મળતી માહિતી અનુસાર, આ દરોડા દરમિયાન બુટલેગરોના ઘરેથી અને આસપાસના વિસ્તારોમાંથી હજારો લીટર દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાનો કાચો વોશનો મોટો જથ્થો પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસ દ્વારા સ્થળ પર જ મોટા પ્રમાણમાં વોશનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બુટલેગરોના રહેણાંક સ્થળોએથી નંબર પ્લેટ વગરના અને શંકાસ્પદ જણાતા વાહનો પણ પોલીસે કબ્જે કરી ડિટેઈન કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ૧૨ જેટલા ગુનાઓ નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. ખેડા જિલ્લામાં દેશી અને વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ તથા હેરાફેરી સામે પોલીસ તંત્ર દ્વારા આંકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં દારૂનું દૂષણ ડામવા માટે આગળ પણ આવી જ રીતે અચાનક દરોડા અને કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે, જેથી અસામાજિક તત્વો અને બુટલેગરી પ્રવૃત્તિઓ પર પૂર્ણપણે લગામ લગાવી શકાય.