ભાગી રહેલા આનંદનગર દુષ્કર્મના આરોપીને પોલીસે સ્વબચાવમાં પગમાં ગોળી મારી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026  |   891

અમદાવાદના ચર્ચાસ્પદ જાેધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થતાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. સમગ્ર ઘટનાની વિગત મુજબ, આનંદનગર પોલીસ મથકના પી.આઈ. આર. એસ. પરમાર અને તેમની ટીમ આનંદનગરના જાેધપુર દુષ્કર્મના કેસમાં પકડાયેલા આરોપી ધર્મસિંહ રામશંકરસિંહ રાઠોડ (ઉંમર ૨૭, રહે. જાેધપુર, મૂળ ઉત્તર પ્રદેશ) ને લઈને રવિવારે રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં હેબતપુર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે મોબાઈલમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશન પર પંચનામાની વિગતો અપલોડ કરવા ગયા હતા. આ દરમિયાન આરોપી ધર્મસિંહે પોલીસને ચકમો આપી ભાગી જવાના ઈરાદાથી પી.આઈ.ની સરવિસ પિસ્તોલ ઝૂંટવવાનો અચાનક પ્રયત્ન કર્યો હતો.પિસ્તોલ બચાવવા માટે પી.આઈ. અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ખેંચતાણ દરમિયાન પિસ્તોલમાંથી અચાનક ફાયરિંગ થઈ ગયું હતું, જેની ગોળી ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ કિરીટસિંહના સાથળના ભાગે વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ પર હુમલો કરી નાસી છૂટવા મથતા હુમલાખોર આરોપીને કાબૂમાં લેવા માટે અંતે પી.આઈ. પરમારે સ્વબચાવમાં ત્વરિત ફાયરિંગ કર્યું હતું, જેની ગોળી આરોપીના જમણા પગના પંજામાં વાગી હતી.આ સનસનીખેજ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટના બાદ તુરંત જ ૧૧૨ નંબર પર જાણ કરી સરકારી વાહનમાં બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોપી લંગડાતા લંગડાતા કહી રહ્યો હતો કે હવે ફરીવાર આવું નહીં કરું મને એકવાર માફ કરીને જવા દો.આ ગંભીર મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપી ધર્મસિંહ સામે ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની કલમ ૧૧૦, ૧૨૧(૨) અને ૨૬૨ હેઠળ સત્તાવાર ગુનો નોંધાયો છે. આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની એક સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા જ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ગંભીર ઘટનાએ સૌકોઈને ચોંકાવી નાખ્યા છે. જેમાં ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવા મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ધર્મસિંહ રામશંકરસિંહને હેબતપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution