લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2026 |
2970
બાંકીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જનસુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરે જીતી લીધી છે. તેમણે ભાજપના ઉમેદવાર નીરજ કુમારને ૧૮,૯૫૩ મતોથી હરાવ્યા હતા. તેમણે પોતાની જીતને લોકોનો વિજય ગણાવ્યો હતો. જાેકે, જીતના થોડા સમય પહેલા પ્રશાંત કિશોરે પોતાની ભવિષ્યની રણનીતિ જાહેર કરી હતી. ભાજપના ઉમેદવાર નીરજ કુમાર સિંહા બીજા અને આરજેડી ઉમેદવાર રેખા કુમારી ત્રીજા સ્થાને રહ્યા હતા. મહત્ત્વનું એ છે કે, ૨૦૦૮માં સીમાંકન પછી અસ્તિત્ત્વમાં આવેલી આ બેઠક ભાજપ ક્યારેય હાર્યો ન હતો! તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે બાંકીપુર બેઠક જીતવાથી બાંકીપુર બેંગ્લુરુ નહીં બને. તેના બદલે રાજ્યના વડામાં પરિવર્તનની જરૂર છે. પ્રશાંત કિશોરે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ એનડીએ પાસે બિહારના એવા મુખ્યમંત્રીની નિમણૂકની માગ કરે છે જે રાજ્યના લોકોની ચિંતા કરે અને તેમના વિકાસ માટે કામ કરે.
પ્રશાંત કિશોરે શરૂઆતથી જ ચૂંટણી પરિણામોમાં લીડ જાળવી રાખી હતી. ૩૧ રાઉન્ડની મતગણતરીમાં તેઓ એક પણ વાર પાછળ રહ્યા નહીં. પીકેનો મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર નીરજ કુમાર સાથે હતો.નીરજ કુમારને ભાજપે ઉમેદવાર તરીકે પસંદ કર્યાહતા. નીરજ કુમાર ૩૧ રાઉન્ડની મતગણતરીમાં એક પણ વાર પીકેને હરાવવામાં નિષ્ફળ ગયા. પ્રશાંત કિશોરે બાંકીપુરની જીત વિસ્તારના લોકોને સમર્પિત કરી. તેમણે તેને લોકોનો વિજય ગણાવ્યો અને કહ્યું કે આગામી બે થી ત્રણ મહિનામાં આ જીતની અસર દેખાશે. તેઓ આ વિસ્તારના વિકાસ માટે શક્ય તેટલું બધું કરશે, પરંતુ ફક્ત એક બેઠક જીતવાથી બાંકીપુર બેંગ્લુરુ બનશે નહીં આ માટે મુખ્યમંત્રીનો સાથ જરૂરી છે. બાંકીપુર જીત્યા પછી તેઓ પહેલા શું કરશે તે પૂછવામાં આવતા, પ્રશાંત કિશોરે કહ્યું, બાંકીપુરને સુધારવા માટે હું મારાથી બનતું બધું કરીશ. તમને થોડા મહિનામાં સુધારો દેખાવા લાગશે. જે લોકોએ મને મત આપ્યો નથી તેમનો પણ હું વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરીશ. ભાજપના ઉમેદવાર નીરજ કુમારની હાર બાદ ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે. રાજ્યમંત્રી વિજય કુમાર સિંહાએ એક નિવેદન બહાર પાડ્યું. તેમણે કહ્યું, પાર્ટી આ હારની સંપૂર્ણ સમીક્ષા કરશે.