સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી ટિકિટ બારીની સૌથી વધારે વેચાઉ જોડીઓમાંથી એક માનવામાં આવે છે. બંનેના લગ્નના સપનાઓ જોવા વાળા ચાહકો બંનેને પડદા ઉપર રોમાંસ કરતા જોઈને જ ખુશ થઈ જાય છે. હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે સલમાન અને કૈટરીનાની સુપરહિટ જોડી ફરી એક વાર 'ટાઈગર' સીરિઝમાં સાથે જોવા મળશે. 'એક થા ટાઈગર' અને 'ટાઈગર જિંદા હૈ' પછી હવે ટાઈગર ફ્રેંચાઈઝના ત્રીજા પાર્ટની તૈયારીઓ યશ કેંપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપડા પોતાના પિતા યશ ચોપડાના ૮૮માં જન્મદિવસે સલમાન-કૈટરિના કૈફ સ્ટારર આ મહત્વની ફિલ્મને લઈને જાહેરાત કરી શકે છે. એટલે કે ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે આ ફિલ્મનું એલાન કરશે તેની રાહ ચાહકો કેટલા સમયથી કરી રહ્યા છે. આદિત્ય ચોપડા પિતા અને ઈંડસ્ટ્રીના સૌથી મોટા ફિલ્મ ડાયરેક્ટર યશ ચોપડાના જન્મદિવસ ઉપર ટાઈગર સીરિઝના ત્રીજા ભાગની જાહેરાત કરી આ દિવસને યાદ બનાવવા માંગે છે.

સાથે જ આ દિવસે યશરાજ ફિલ્મ્સને ૫૦ વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય ઉજવણી પણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ યશરાજ પ્રોડક્શનની આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોંઘા બજેટ વાળી ફિલ્મ હશે. જેની તમામ તૈયારી આદિત્ય ચોપડાની નજર હેઠળ કરવામાં આવશે. ફિલ્મની સાથે જોડાયેલા કેટલાક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આદિત્ય ચોપડા પોતાના પિતા યશ ચોપડાના ૮૮માં જન્મદિવસ ઉપર યશરાજ ફિલ્મ્સની અત્યાર સુધીની સૌથી મોંઘી બનાવવામાં આવનારી ફિલ્મની જાહેરાત કરવા જઈ રહ્યા છે. તો સાથે જ આ દિવસે યશરાજ ફિલ્મ્સ પ્રોજેક્ટના ૫૦ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવશે.

આ દિવસે ટાઈગર ૩ની જાહેરાત ચોક્કસથી કરવામાં આવશે. સાંભળવામાં આવ્યું છે કે ૨૭ સપ્ટેમ્બરે ફિલ્મના નિર્માતા ટાઈગર ૩નો લોગો જાહેર કરી શકે છે. જેની સાથે જ ફિલ્મનો પ્રથમ લૂક સામે આવશે. જોકે ૨૭ સપ્ટેમ્બરે થનારા એલાનની સંપૂર્ણ માહિતી હાલ ઉપલબ્ધ નથી. પરંતું એટલું નક્કી છે કે આદિત્ય ચોપડા પોતાના પિતાને આ જાહેરાતની સાથે યાદગાર બનાવવામાં તૈયારીમાં લાગ્યા છે.