ભરૂચ

દહેજ એસ.ઇ.ઝેડ ના બીજા એકમ માટે જીઆઇડીસી દ્વારા લીમડી, પખાજણ, અંભેળ ગામોની જમીનો સંપાદીત કરવાના પ્રકરણમા ત્રણેય ગામોના ગ્રામ પંચાયતના હોદ્દેદારો ત્થા ધરતીપુત્રો એ મોટીસંખ્યામાં ભરૂચ કલેકટરને આવેદન પત્ર પાઠવી આભાર વ્યક્ત કરવા સાથે બહારગામના કેટલાક તત્વો ખોટી રીતે વાદવિવાદ ઉભા કરતા હોવાનો તેમજ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ખોટા રાજકીય દાવપેચ કરતા હોવાના સનસનીખેજ આક્ષેપો લગાવ્યા હતા.

દહેજ એસ.ઈ.ઝેડ ના બીજા એકમ માટે જીઆઇડીસી દ્વારા વાગરા તાલુકાના પખાજણ,અંભેલ,લીમડી ગામોની અંદાજિત ૧૭૪૦એકર જમીનો નું સંપાદન કરાયુ હતું જેમાં સંપાદિત થયેલી જમીનો માં નિયમ મુજબ ૭/૧૨ પર રહેલા ખેત માલિકોને તેના વળતરની ચુકવણા પણ કરી દેવાયા હતા. ખેડૂત હિત રક્ષક દળ દ્વારા સદર સંપાદનમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સાથે તપાસની માગણી કરાઇ હતી સદર સંપાદનમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો લગાવ્યા હતા જાેકે આ આક્ષેપોને ફગાવતા લીમડી પખાજણ અને અંભેલ ગામના ગ્રામ પંચાયતના હોદ્દેદારો એ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી રજુઆત કરાઇ હતી હાલ કલેકટર ને આવેદન પત્ર પાઠવી સદર જમીન સંપાદનથી સ્થાનિક વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે તેમજ સ્થાનિક ખેડૂતો ની આર્થિક સુખાકારી વધશે તેમજ આ વિસ્તારનો વિકાસ થશે એવા સંજાેગોમાં રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવા સાથે સદર મામલે કેટલાક લેભાગુ તત્વોના પેટમાં તેલ રેડાયું હોય ખેડૂતોના હિત ના નામે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા જાતે બની બેઠેલા ખેડૂત આગેવાનો સંપાદનની પ્રક્રિયામાં રોડા નાખવા તેમજ વિકાસના કામમાં અડચણ ઊભી કરવા સરકાર અને વહીવટી તંત્રના અધિકારીઓ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી લોકોને ગુમરાહ કરવા સાથે સ્થાનિક ખેડૂતો ને ખોટા લોભ લાલચ અને પ્રલોભનો આપી રાજકીય ષડયંત્ર અને પ્રપંચો કરતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા.