/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

એનએસએસ-રાષ્ટ્રીય સેવા યોજનામાં ઉત્તમ પ્રદાન બદલ આણંદની દીકરીને રાષ્ટ્રપતિ પુરસ્કાર

આણંદ : ૨૪ સપ્ટેબરના રોજ રાષ્ટ્રપતિ ભવન દિલ્લીથી વર્ચ્યુઅલ મોડના માધ્યમથી યોજાયેલાં રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના વર્ષ ૨૦૧૮-૧૯નો એવોર્ડ ડોન બોસ્કો કોલેજ મોરમ (મિઝોરમ) ખાતે કાર્મેલાઈટ સિસ્ટર્સ ઓફ ચેરિટીમાં રહીને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં મૂળ આણંદની દીકરી શ્વેતા વિલિયમભાઈ પરમારને એનાયત કરાયો હતો. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ પણ જાેડાયાં હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્ય માટે ગૌરવી ઘડીઓ ઉભી થઈ છે. મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્‌સ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વિશિષ્ટ યોગદાન આપતી યુનિવર્સિટી, કોલેજ, એનેએસએસ યુનિટ તથા તેનાં પ્રોગ્રામ ઓફિસર કે વોલેન્ટીયર્સની પ્રવૃત્તિઓને બિરદાવવા માટે પ્રસ્તુત પુરસ્કાર આપવામાં આવે છે. આ વર્ષે આણંદ પાધરીયા ખાતે નવજીવન કોલોનીમાં રહેતા સિસ્ટર શ્વેતાને ફાળે જતાં આણંદમાં આનંદ અને ગૌરવનું મોજું ફરી વળ્યું છે. અહીં એ ઉલ્લેખનીય છે કે સિસ્ટર શ્વેતા તથા તેમના દ્ગજીજી યુનિટને વર્ષ ૨૦૧૫માં મણિપુર ખાતે રાજ્યકક્ષાનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે અને તેમનાં યુનિટ નેતૃત્વ હેઠળ ત્રણ રાષ્ટ્રીયકક્ષાના પુરસ્કારો પણ મળી ચૂક્યાં છે. પોતાના સામાજિક પ્રદાનને રાષ્ટ્રીય બહુમાની ઊંચાઈએ લઈ જનાર સિસ્ટર શ્વેતાને સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution