કચ્છ (ભુજ ) ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે ભુજ શહેરના ટીન સીટી ખાતે વિશાળ સભા યોજી નર્મદાના પૂરતા પાણી સહિતના મુદ્દાઓ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર જિલ્લામાંથી આવેલા ખેડૂત પરિવારના ભાઈ બહેનો ખુલ્લા મેદાનમાં બેસી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ સંઘના આગેવાનોએ કિસાનોને પજવતા પ્રશ્નો અંગેની વાત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ સમયે હાજર જનમેદનીએ નર્મદા લાવો કચ્છ બચાવોના નારા પોકાર્યા હતા. સભા બાદ કિસાનોની વિશાળ રેલી કલેકટર કચેરીએ પહોંચી હતી. કિસાન આગેવાનોએ નર્મદા પાણી તથા કેનાલના અધૂરા કામોની અધુરાસો પૂર્ણ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવી તાકીદની કામગીરી થવા રજૂઆત કરી હતી.ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કચ્છ કિસાન સંઘ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં ખેડૂતોને નડતા પ્રશ્નો દર્શાવાયા હતા, જેમાં મુખ્યત્વે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ બાબતે પોણા બે વર્ષથી સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ જ નિર્વાણ આવી શક્યું નથી. વાંઢીયા સબ બ્રાન્ચ કેનાલનું કામ લાંબા સમયથી મંદગતિએ ચાલી રહ્યું છે, આ માટે પૂરતા નાણા ફાળવવામાં આવે તે જરૂરી છે. તેમજ કચ્છને ફાળવાયેલા વધારાના એક મિલિયન એકર ફૂટ નર્મદાના પાણી અંગે ફાળવાયેલી નોરધન લીંક કેનાલ, સર્જન લિન્ક કેનાલ, સારણ હાઈ કન્ટર કેનાલ અને અબડાસા લિંક કેનાલ લને મંજૂરી મળી શકી નથી.સૌથી મહત્વનો પ્રશ્ન હાલ ખેડૂતોને જમીન સંપાદનના અપૂરતા વળતરનો છે.