રાઘવ ચઢ્ઢાનું નામ પંજાબની ડ્રાફ્ટ એસઆઈઆર યાદીમાંથી ગાયબ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2026  |   3069

આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા રાઘવ ચડ્ઢાએ પંજાબમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા વચ્ચે ગંભીર આરોપ લગવ્યા છે. ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી નામ હટી જતા તેમણે રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર પર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ ચડ્ઢાના આરોપ પર પલટવાર કર્યો છે. આ બધા વચ્ચે હવે જે એક સવાલ એ ઊભો થયો છે કે શું રાઘવ ચડ્ઢાના રાજ્યસભાના સભ્યપદ પર જાેખમ તોળાયું છે? પંજાબમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા હેઠળ ૧૩ ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થઈ હતી. જેમાં રાઘવ ચડ્ઢાનું નામ શિફ્ટેડ કેટેગરીમાં દર્શાવ્યું છે.

 તેમનું વોટર આઈડી મોહાલીમાં રજિસ્ટર્ડ છે. મતદાર યાદીમાં તેમના નામ આગળ સ્થાયી રીતે ટ્રાન્સફર નોંધાયું છે. રિપોર્ટ મુજબ પંજાબની પ્રી એસઆઈઆર સૂચિની સરખામણીએ લગભગ ૨૦.૬૬ લાખ મતદારોના નામ ડ્રાફ્ટ રોલથી હટાવાયા છે. આ સંખ્યા રાજ્યના કુલ પહેલાના મતદારોની લગભગ ૯.૭ ટકા ગણાવવામાં આવી છે. આ નામો હટાવવા પાછળ અલગ અલગ કારણો હોઈ શકે છે. જેમાં મતદારોનું બીજી જગ્યાએ જવું, મૃત્યુ, ડુપ્લીકેટ રેકોર્ડ કે સંબધિત એડ્રસ પર મતદારનું ઉપલબ્ધ ન હોવું વગેરે સામેલ છે. આવા કેસોમાં અંતિમ સૂચિ તૈયાર થતા પહેલા દાવા અને આપત્તિઓની પ્રક્રિયા મહત્વપૂર્ણ હોય છે. 

પંજાબથી રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાએ સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડીને આમ આદમી પાર્ટીની સરકાર અને અધિકારીઓની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. ચડ્ઢાનો આરોપ છે કે પંજાબ સરકારની પોલીસ અને પ્રશાસન આમ આદમી છોડીને ભાજપમાં ગયેલા નેતાઓને નિશાન બનાવી રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution