જેલમાં બેઠા બેઠા સતીષ મરાઠીની હત્યા કરાવનાર રાહુલ મંડલની ધરપકડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026  |   990

જેલમાં બેઠા બેઠા સતીષ મરાઠીની હત્યા કરાવનાર બુટલગેર રાહુલ મંડલની પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. કેતન ઉર્ફે સન્ની તથા રાહુલ બટકની કબૂલાત તથા ઇલેક્ટ્રોનિક પુરાવાનાં આધારે પોલીસે કરેલી ટ્રાન્સફર વોરંટ માટેની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ દરમિયાન હત્યા કરી ભાગતી વેળા હુમલાખોરોએ દેલાવડા નજીક લોખંડનાં મોટા પાઇપમાં સંતાડી દીધા હતાં એ હથિયાર પોલીસે શોધી કાઢ્યા છે.

વેડરોડ ઉપર નામચીન સૂર્યા મરાઠીની તેની ઓફિસમાં જ ઘાતકી હત્યા બાદ ભારે લાઇમલાઇટમાં આવેલા સતીષ ઘાડગેની પણ એ જ ઢબે હત્યા કરાઇ છે. સૂર્યા મરાઠી હત્યા કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ સતીષ ઉર્ફે બાબુ મરાઠીએ દારૂનાં ધંધા અને ગુનાખોરીની દુનિયામાં વર્ચસ્વ માટે ઘણા લોકો પર હુમલો પણ કર્યા હતાં. સતીષનાં આતંકનો ભોગ બન્યા હોય એ બધાએ પોતાની સાથે કરી રાહુલ મંડલે તેનો ખેલ ખતમ કરી નાંખ્યો છે.

રાહુલનાં ઇશારે ગત માર્ચ મહિનામાં સતીષ પર હુમલો પણ કરાયો હતો. ગોડાદરા બ્રિજ નીચે સતીષને ઘેરી લેનાર કેતન ઉર્ફે સન્ની, રાહુલ બટકો, અજીત ગોસ્વામી, આકાશ બટકા વિગેરેએ મરચાની ભૂકીનો ઉપયોગ કરવા છતાં તે બચી ગયો હતો. આ હુમલો નિષ્ફળ જતા આખી ટોળકીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જાે કે, એ સમયે સતીષને ખ્યાલ આવ્યો ન હતો કે આ હુમલો કોણે કર્યો હતો. સતીષને આ વિસ્તારના માથાભારે મનીયા ડુક્કર પણ શંકા ગઇ હતી.

હુમલા અંગે વાત કરવા તે રાહુલ એપાર્ટમેન્ટને લઇ મનીયા ડુક્કરને મળ્યો પણ હતો. જાે કે, મનીયા એ પોતે એમાં સામેલ નથી અને કોણે કર્યો કે કરાવ્યો એની માહિતી નથી એવી વાત કરી હતી. મુનિયાનું નામ સતીષનાં મનમાંથી નીકળ્યું પરંતુ બીજું કોણ એ ઘણા ટપોરીઓ સાથેની મિટિંગ બાદ પણ સતીષ શોધી શક્યો ન હતો. બીજી તરફ હુમલો કરનારાઓમાં એવો ડર પેસી ગયો હતો કે, સતીષ તેમને પાડી દેશે. આ વાત જાણતા રાહુલ મંડલે આખી ટોળકીને સેફ હાઉસમાં ખસેડી દીધી હતી.

બીજી તરફ હત્યા કેસમાં રિમાન્ડ દરમિયાન કેતન ઉર્ફે સન્ની, રાહુલ બટકો, કરણ ઉર્ફે પિદ્દુલ, અજીત ગોસ્વામી તથા આકાશ બટકા એ આપેલી માહિતીના આધારે પોલીસે દેલાડવાથી કડોદરા તરફ જતાં કેનાલ રોડ ઉપર તપાસ કરી હતી. જ્યાંથી હત્યા બાદ ભાગતી વેળા લોખંડના મોટા પાઇપમાં સંતાડી દેવાયેલા સાત હથિયારો શોધી કઢાયા છે. ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન અને હત્યા વેળા હુમલાખોરોએ પહેર્યા હતાં એ કપડાં પણ કબજે લેવાયા છે.

દરમિયાન કેતન ઉર્ફે સન્ની તથા રાહુલ બટકાએ કરેલી કબૂલાત તથા તેમની તપાસમાં મળેલી ઇલેક્ટ્રોનિક્સ એવીડન્સ ના આધારે પોલીસે કરેલી ટ્રાન્સફર વોરંટની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. કોર્ટની મંજુરી મળતાં પોલીસે રાહુલ મંડલની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી ધરપકડ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution