દરિયાપુરમાં એસએમસીનો મનપસંદ હાઇ પ્રોફાઇલ જિમખાનામાં દરોડો : ૧૮૦ જુગારીયાને ઝડપી પાડયાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2026  |   2178

અમદાવાદ શહેરના દરિયાપુરમાં કાર્યરત મનપસંદ જિમખાના ક્લબ ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક વિશાળ સર્ચ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. રવિવારે પાડવામાં આવેલા આ દરોડામાં બિલ્ડિંગના ત્રણેય માળ ઉપરથી અનેક જુગારીઓ જુગાર રમતા રંગેહાથ પકડાઈ ગયા હતા. છેલ્લા એકાદ દિવસથી ચાલતી આ કડક તપાસની ગંભીરતાને લીધે મોડી રાત્રે અધિકારીઓ સ્થળ પર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.

હાલમાં ક્લબના પરિસરમાં જ પકડાયેલા તમામ શખ્સોને અટકાયતમાં રાખીને તેમની પૂછપરછ અને વિગતવાર નિવેદનો લેવાની કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે. દરિયાપુરના વાઘજીપુરામાં આવેલી મનપસંદ ક્લબમાં ગઈકાલે બપોરથી ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી. આ રેડ દરમિયાન કલબમાં જુગાર રમતા ૧૮૦થી વધુ જુગારીઓ ઝડપાયા છે.

જીમખાનામાં રેડ દરમિયાન ત્રણેય માળ પરના હોલમાં ૩૫થી ૪૦ ટૅબલ પર જુગારીઓ જુગાર રમતા હતા. પોલીસની આ મોટી કાર્યવાહીમાં લાખો રૂપિયાની રોકડ, મોબાઈલ ફોન, જુગારના કોઈન અને વાહનો સહિતનો મસમોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત, ક્લબ બહારથી અનેક લક્ઝરી કાર પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. ક્લબનો મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ કે જે અગાઉ હાઈકોર્ટના આદેશની આડમાં બચી જતો હતો, . આ જુગારધામમાં એક નિવૃત્ત પોલીસકર્મીની સંડોવણી હોવાની પણ ચર્ચા છે.

પકડાયેલા આરોપીઓનો આંકડો ૧૫૦થી ૧૮૦ જેટલો મોટો હોવાથી, રેડ પૂર્ણ થયા બાદ તમામને માત્ર દરિયાપુર જ નહીં પરંતુ જગ્યાના અભાવે આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ખસેડવામાં આવશે. રેડના ૨૦ કલાક બાદ પણ કલબમાં હજુ આરોપીના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution