/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

દાહોદ સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બરફના કરા સાથે વરસાદ

દાહોદ, દાહોદ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા આજરોજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બરફના કરા સાથે વરસાદ પડતા આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા નો માહોલ જાેવા મળી રહ્યો છે દાહોદ જિલ્લાની સરહદે આવેલા મધ્યપ્રદેશના જાબુવા આમાં પણ ભારે વાવાઝોડા અને બરફના કરા સાથે વરસાદ પડયાના અહેવાલો છે આ કમોસમી વરસાદથી ઘઉં અને ચણાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજરોજ તારીખ ૧૮ થી તારીખ ૨૦ મી ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં પલટો આવવાની તથા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે આગાહીના પગલે આજે દાહોદ શહેર સહિત જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં દાહોદ શહેર માં કમોસમી વરસાદ થયો હતો સાથે સાથે તાલુકાના કતવારા બોરખેડા લીલર કઠલા ખંગેલા વગેરે ગામોમાં પણ કમોસમી વરસાદ પડયો હતો કતવારા તેમજ અન્ય ગામોમા માવઠા માં વાવાઝોડા સાથેના વરસાદની સાથે સાથે બરફના કરા પડતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું અને સર્વત્ર ઠંડક છવાઇ જવા પામી હતી આ કમોસમી વરસાદના કારણે ઘઉં ચણા તેમજ અન્ય ઉભા પાકને નુકસાન થવાની ભિતી સેવાતા ધરતીપુત્રોના માથે ચિંતાના વાદળ છવાયા છે દાહોદ તાલુકાની સરહદે આવેલ મધ્યપ્રદેશના ઝાબુઆ તથા આસપાસના ગામોમાં પણ આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ તેમજ બરફના કરા પડયા હોવાના સવાલ છે વાતાવરણમાં પલટાની તેમજ કમોસમી વરસાદની રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ના પગલે દાહોદ અનાજ માર્કેટના વેપારીઓ સતર્ક બન્યા હતા અને ખુલ્લામાં પડેલા અનાજના જથ્થાને તાડપત્રી થી ઢાંકી દીધો હતો તેમજ અન્ય જથ્થાને સલામત સ્થળે ખસેડી દીધો હતો

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution