સિદ્ધિવિનાયક મંદિરમાંથી દર વર્ષે ૧૮ કરોડની દાનચોરીનો રાજ ઠાકરેનો દાવો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, ઓગ્સ્ટ 2026  |   3168

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ ઠાકરેએ એક બોલ્ડ દાવો કરીને મહારાષ્ટ્રમાં રાજકીય ગરમી વધારી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાંથી વાર્ષિક રૂ.૧૮ કરોડની ચોરી થાય છે. એક કાર્યક્રમને સંબોધતા ઠાકરેએ કહ્યું કે આજકાલ મંદિરો પણ સુરક્ષિત નથી. ખરેખર, સ્દ્ગજી વિદ્યાર્થી એકમના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે અન્ય એક મોટો દાવો કરતા કહ્યું કે, અયોધ્યાના રામ મંદિરમાં ૧૪૦૦ કરોડ રૂપિયાની ચોરી થઈ છે. ઠાકરેએ ઉમેર્યું કે, વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દા પર ચોક્કસપણે બોલવું જાેઈએ.

રાજ ઠાકરેએ કહ્યું કે અયોધ્યા રામ મંદિરમાં ચોરીના મુદ્દે પીએમ મોદીએ નિવેદન આપવું જાેઈએ. તેમણે કહ્યું કે, નિરાશ થયેલા યુવાનો મંદિરો તરફ વળે છે, પરંતુ આ મંદિરો પણ ભ્રષ્ટાચારથી મુક્ત રહ્યા નથી.તેમણે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને સિદ્ધિવિનાયક મંદિરના ૮ ટ્રસ્ટીઓ દ્વારા લખવામાં આવેલા એક પત્રનો હવાલો આપતા કહ્યું કે, મંદિરની દાનપેટીમાંથી પૈસા ચોરનારા કેટલાક કર્મચારીઓને ટ્રસ્ટીઓની સતર્કતાના કારણે પકડી પાડવામાં આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution