/
રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં પાણી ભરવા ૩ દિવસમાં ૨૬૧ ટેન્કરો ઠાલવ્યાં

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં એક તરફ પાણીની સમસ્યા છે. ત્યારે બીજી તરફ રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ છેલ્લા ત્રણ દિવસથી ફાયર બ્રિગેડની ટેન્કરો દ્વારા પાણી ઠાલવીને ભરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સાંજ સુધીમાં ૨૬૧ ટેન્કરો ઠાલવવામાં આવી હતી. સ્વિમિંગ પૂલનું લેવલ હવે ચાર ઈંચ જેટલુ ઓછુ છે જેથી વધુ ૨૦ થી ૩૦ જેટલી ટેન્કરો ઠાલવવામાં આવે તેવી શક્યતા છે. ફાયર બ્રિગેડની ટેન્કરો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ટીરી-૧૩, વડીવાડી સહિત ટાંકીએ થી પાણી લઈને આવ જા સતત કરી રહી છે. પરમ દિવસથી રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં ટેન્કરો થી પાણી નાખવાનું ચાલુ કર્યું હતું. પ્રથમ દિવસે ૫૭ ટેન્કર ગઈકાલે વધુ ૯૭ ટેન્કર મળી ૧૫૪ ટેન્કર પાણી ઠાલવવામાં આવ્યુ હતુ.શહેરમાં એક બાજુ પાણીની સમસ્યા છે. લોકોને પૂરતું પાણી મળતું નથી અને બીજી બાજુ માત્ર સ્વિમિંગ પૂલ માટે કોર્પોરેશનનું તંત્ર છેલ્લા ત્રણ દિવસથી ટેન્કરો દોડાવી રહી છે તે મુદ્દો ટીકાપાત્ર બન્યો છે. વિસ્તારના લોકોના કહેવા મુજબ જ્યારે પીવાનું પાણી મળતું ન હોય ત્યારે કોર્પોરેશને આવીજ રીતે લોકોને ટેન્કરો દોડાવીને પાણી કેમ ના આપ્યુ? રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં આજે સાંજ સુધીમાં ૨૬૧ ટેન્કરો પાણી ઠાલવવામાં આવ્યુ છે.અને સ્વિમિંગપૂલ હવે ૪ ઈંચ જેટલુ ભરવાનુ બાકી છે. ત્યારે વધુ ૨૦ થી ૩૦ ટેન્કરો હજી ઠાલવવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution