મુુબઈ-

’કૌન બનેગા કરોડપતિ’ સીઝન-12માં અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર ગઈ કાલે તારીખ 7 અને આજે 8ના રોજ રાજકોટ આત્મીય કોલેજની સ્ટુડન્ટ રચના ત્રિવેદીએ ગેમ રમી અને 3,20,000 જીતીને રાજકોટને ગૌરવ અપાવ્યું છે. દસમા પ્રશ્ન સુધી પહોંચવા માટે તેણે બે લાઇફલાઇન વાપરી હતી તેમજ બે લાઈન વાપરવાની બાકી હતી. પરંતુ હરદીપ કૌર કઈ અભિનેત્રીનું સાચું નામ છે તેનો સાચો જવાબ તે આપી શકી ન હતી. અમિતાભ બચ્ચને સાચો જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે હાર્દિક કોર નીતુ કપૂરનું નામ છે.

રચના ત્રિવેદી દુનિયાભરના 12 જેટલા દેશોની મુલાકાત કરી ચૂકી છે. તેમની સાથે વાતચીત કરી અને અમિતાભ બચ્ચને પણ પોતાને સારું લાગ્યું એમ જણાવ્યું હતું. આત્મીય કોલેજમાં અભ્યાસ કરી ટીસીએસ જેવી નામાંકીત કંપનીમાં પેહલા ગાંધીનગર અને અત્યારે જર્મનીના મ્યુનિચમાં કામ કરી રહી છે. રચના ત્રિવેદી લોકડાઉન પેહલા ભારત આવેલી અને લોકડાઉન થવાના લીધે હજુ પણ રાજકોટ જ છે. આજે તેના બીજી શ્રેણીના એપિસોડ નિહાળી રાજકોટ તેમજ સમગ્ર ગુજરાતની જનતાએ તેને બિરદાવી હતી.