દિલ્હી-

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇ.પી.એફ.ઓ ના ૭૪ લાખ જેટલા સભ્યોને કેન્દ્ર સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે અને હવે આ તમામ સભ્યો ઓનલાઇન સેવાઓનો લાભ લઈ શકશે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્રારા આ નવી રાહતની જાહેરાત કરવામાં આવી છે.

હવે આ તમામ સભ્યો અંતિમ પેમેન્ટ અથવા તો એડવાન્સ પેમેન્ટ માટે અરજી કરી શકશે. એટલું જ નહીં બલકે કોરોના સંકટ દરમિયાન ભારે ઉપયોગી નીવડેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જે દાન જારી કરવામાં આવે છે તે પણ કાઢી શકશે અને તેના માટે આવેદન કરી શકશે. 

શ્રમ અને રોજગાર મંત્રાલય દ્રારા એમ જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારી ના સંકટ કાળ દરમિયાન લોકો ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકે તે જરી છે અને એટલા માટે જ ઇપીએફઓના તમામ સભ્યો માટે આ સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. એમણે કહ્યું કે ઈપીએફઓ દ્રારા એપ્રિલ-જૂન ૨૦૨૦ દરમિયાન પોતાના તમામ સભ્યોની કેવાયસી ની જાણકારીઓ અધ્યતન કરી લેવામાં આવી છે અને અપડેટ કરી લેવામાં આવી છે