/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કોરોના વચ્ચે ખોવાયેલાં ૨૯ બાળકોનું પુન:મિલન કરાવ્યું

આણંદ : કોવિડ-૧૮ની મહામારીના સમયમાં જિલ્‍લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્‍લા કલેક્ટર આર.જી. ગોહિલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ઉત્તમ કામગીરી કરી હતી. આ સમયગાળા દરમિયાન અન્‍ય રાજ્યોના ખોવાયેલા અને મળી આવેલા બાળકોને સંસ્‍થામાં આશ્રય આપવામાં આવ્‍યો હતો. આ બાળકોનું કાઉન્‍સેલીંગ તથા અન્‍ય રાજ્યોમાં કાર્યરત જિલ્‍લા બાળ સુરક્ષા એકમ તથા ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમિટી સાથે સંકલન કરી બાળકોના ઘરનાં સરનામા મેળવવામાં આવ્‍યા હતા. 

ઘરના સરનામા મળી આવતાં આ બાળકોને સંસ્‍થા દ્વારા રેલ્લવે ટિકિટ, પોલીસ એસ્‍કોર્ટની કામગીરી તેમજ પ્રોટેક્શન ઓફિસર જીમીકુમાર પરમારને સાથે રાખી તેમનાં વતનમાં સલામત મોકલવાની કામગીરી કરવામાં આવી હતી. એક બાળકનું ઉત્તરપ્રદેશના હાથરસ તથા એક બાળકનું મહારાષ્‍ટ્ર રાજયના નાગપુર ખાતે કૌટુંબિક પુન:સ્‍થાપન કરાવવામાં આવ્‍યું હતું. કોવિડ-૧૯ની આ મહામારીમાં બાળ કલ્‍યાણ સંસ્‍થાઓમાં આશ્રય લઇ રહેલા બાળકોને તેમનાં ઘરે મોકલવામાં આવ્‍યા હતા. આ બાળકોને સરકાર દ્વારા બાળકદીઠ રૂ. ૧૫૦૦ લેખે ૩૫ બાળકોને કુલ રૂ. ૫૨,૫૦૦ની આર્થિક સહાય ડીબીટીના માધ્‍યમથી ચૂકવવામાં આવી હતી. આની સાથે કુલ ૧૭ બાળકોની કેન્‍દ્ર પુરસ્‍કૃત યોજના (યોજના અંતર્ગત માસિક સહાય રૂ. ૨ હજાર) તથા ગુજરાત સરકારની સ્‍પોન્‍સરશીપ યોજના (યોજના અંતર્ગત માસિક સહાય રૂ. ૩ હજાર) મંજૂર કરવામાં આવી હતી. આ અંતર્ગત કુલ ૨૯ બાળકોને ડિસેમ્‍બર, ૨૦૨૦ના અંત સુધીમાં કુલ રૂ.૭.૭૫ લાખની ચૂકવણી કરવામાં આવી છે.

લોકડાઉનમાં પરપ્રાંતિયોને તેમનાં વતનમાં પરત મોકલવા માટે જિલ્‍લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠાકરની પશ્ચિમ બંગાળ તથા મણીપુર રાજ્ય માટે નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવતાં તેઓએ જિલ્‍લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને ૩૫૫ જેટલાં પરપ્રાંતિયો અને તેમનાં બાળકો તથા વિદ્યાર્થીઓને તેમનાં વતનમાં મોકલી આપવાની કામગીરી કરી હોવાનું આણંદ જિલ્‍લા બાળ સુરક્ષા એકમના જિલ્‍લા બાળસુરક્ષા અધિકારી એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution