મુંબઈ

રિલાયન્સ રિટેલ વેંચર્સ (આરઆરવીએલ)ની ઓપન ઓફર જસ્ટ ડાયલમાં શેરહોલ્ડર માટે વધારાની ૨૬ ટકા હિસ્સો ખરીદવાની ઓપન ઓફર ૧૩ સપ્ટેમ્બરે ખુલશે અને ૨૪ સપ્ટેમ્બરે બંધ થશે. સ્ટોક એક્સચેંજને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ આ માહિતી આપી હતી.

આ મહિનાની શરૂઆતમાં આરઆરવીએલે રૂ. ૩૪૯૮ કરોડમાં જસ્ટ ડાયલમાં ૪૦.૯૫ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે તે જસ્ટ ડાયલમાં ૨.૧૭ કરોડ ઇક્વિટી શેર (કંપનીમાં ૨૬ ટકા હિસ્સો) પ્રાપ્ત કરવાની ઓપન ઓફરની જાહેર ઘોષણા કરશે.

સોમવારે જાહેર કરેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આરઆરવીએલ જાહેર શેરહોલ્ડરો પાસેથી ૨,૧૭,૩૬,૮૯૪ ઇક્વિટી શેર ખરીદવા માટે ખુલ્લી ઓફર કરી રહી છે. આ હિસ્સો ૨૬ ટકા જેટલો હિસ્સો છે. ઓપન ઓફર માટેની કિંમત શેર દીઠ ૧,૦૨૨.૨૫ નક્કી કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે તે આ માટે આશરે ૨,૨૨૨ કરોડ રૂપિયા ખર્ચ કરશે.