બંગાળમાં પૂર્વ-બસ ડ્રાઈવરના ઘરે ૨૮ કરોડ રોકડા, ૧૫ કિલો સોનું મળ્યું!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જુલાઈ 2026  |   2178

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં પોલીસે બુધવારે રાત્રે એક દરોડામાં ૨૮ કરોડથી વધુ રોકડ અને ૧૫ કિલો સોનું જપ્ત કર્યું છે. સોનાની કિંમત આશરે ૨૧ કરોડ આંકવામાં આવી છે. કુલ જપ્તી આશરે ૪૯ કરોડની છે. નોટોનો ઢગલો એટલો મોટો હતો કે તેને ગણતા ગણતા ૫ કરન્સી કાઉન્ટિંગ મશીનો ખરાબ થઈ ગયા હતા. પોલીસે આરોપી મિનાર મંડલની ધરપકડ કરી છે. તે પહેલા બસ ડ્રાઈવર હતો. બાદમાં તે પથ્થરના બિઝનેસ સાથે જાેડાઈ ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, તે પથ્થરના વેપારી તુલુ મંડલ ઉર્ફે મોહમ્મદ નજીબુદ્દીનનો સંબંધી છે. તુલુ મંડલ એ જ વ્યક્તિ છે, જેણે ૨૦૨૪માં પોતાની દીકરીના આશરે ૧૦૦ કરોડના ભવ્ય લગ્ન કરાવ્યા હતા.હવે પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે કરોડો રૂપિયા રોકડ અને સોનું ક્યાંથી આવ્યું અને તેની પાછળ કોનું નેટવર્ક કામ કરી રહ્યું હતું. આ ઉપરાંત, બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ કહ્યું છે કે કાયદા અમલીકરણ એજન્સીઓએ પ્રશંસનીય કામ કર્યું છે. તેમણે દરોડાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.આરોપીના ઘરેથી મળેલા કરોડો રૂપિયા ૨૫ બેગમાં જપ્ત કરવામાં આવ્યા. જ્યારે સોનાના ૨૪ નાના અને મોટા કદના બિસ્કિટ મળ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution