/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગુજરાતનાં નવા ચીફ સેક્રેટરી કોણ બનશે તે અંગે ગણગણાટ શરૂ થયો, આ બે નામો રેસમાં મોખરે

ગાંધીનગર-

ગુજરાતનાં ચીફ સેક્રેટરી અનિલ મૂકીમનું એક્સટેન્શન આગામી ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે તેમના અનુગામી તરીકે કોણ આવશે? તે અંગે ચર્ચાનો ચકરાવો શરૂ થઈ ગયો છે. જો કે ગુજરાતનાં નવા ચીફ સેક્રેટરી તરીકે હાલમાં બે નામોની ચર્ચા જોર શોર થી ચાલી રહી છે. જેમાં પંકજકુમાર અને રાજીવ ગુપ્તાના નામ મોખરે ચાલી રહ્યા છે. પરંતુ છેલ્લી ઘડીએ અન્ય કોઈને ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવે તો પણ કઈ કહી શકાય તેમ નથી. ગુજરાતનાં ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) અનિલ મૂકીમના એક્સટેન્શનની સમય મર્યાદા ઓગસ્ટ માસમાં પૂર્ણ થઈ રહી છે. જેના કારણે તેમના સ્થાને નવા ચીફ સેક્રેટરી કોણ બનશે તેની ચર્ચાઓ સચિવાલયના અધિકારીઓનાં વર્તુળોમાં શરૂ થઈ ગઈ છે.

આગામી મહિનામાં એટલે ઓગસ્ટ માસમાં અનિલ મૂકીમનું સરકારે આવેલું વધારાનું એક્ટેન્શન પૂર્ણ થઇ રહ્યુ છે. ત્યારે હવે પછી તેના સ્થાને ગુજરાતનાં નવા ચીફ સેક્રેટરી કોણ બનશે? તે મુદ્દો હાલના સંજોગોમાં સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે એક તબક્કે અનિલ મૂકીમ બાદ ગુજરાતનાં નવા સીએસ તરીકે દિલ્હી સ્થિત ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે ડીપીઆઇઆઇટીના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ગુરુદાસ મહાપાત્રાનું નામ ફાઇનલ મનાતું હતું. પરંતુ, તાજેતરમાં જ કોરોના સામેની જંગ આ અધિકારી હારી જતાં તેમનું નિધન થયું હતું.

ગુરૂપ્રસાદ મહાપાત્રાના નિધન બાદ હવે ગુજરાતમાં જ ફરજ બજાવતા બે અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત અધિકારીઓના નામની ચર્ચા ચાલી રહી છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને બીજા ઇન્ડસ્ટ્રી વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા છે. આ બંનેને ચીફ સેક્રેટરી પદની રેસના અંતિમ ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. હાલના સંજોગોમાં ચીફ સેક્રેટરી પદની સ્પર્ધામાં બંને અધિકારીઓને સમાન દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પરંતુ, આ રેસમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પકંજ કુમારને અગ્રેસર બની રહેશે તેવું સચિવાલયના ઉચ્ચસ્તરીય સૂત્રોનું માનવું છે.

અનિલ મૂકીમના શીરે વધુ એક યશ કલગીનું છોગું ઉમેરાશે- ગુજરાતના વર્તમાન ચીફ સેક્રેટરી અનિલ મૂકીમને પ્રમાણિકતાથી બેદાગ રીતે કારકિર્દી પૂર્ણ કરવાની સાથોસાથ વધુ એક સન્માનને પાત્ર બનશે અને તેમની યશ કલગીમાં વધુ એક છોગું ઉમેરાશે. ભૂતકાળમાં ખામ થિયરીના પ્રણેતા એવા માધવસિંહ સોલંકીની કોંગ્રેસની સરકારના ચીફ સેક્રેટરી એચ.કે.ખાનને છ-છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. ત્યાર પ્રવર્તમાન વિજય રૂપાણીની ભાજપ સરકારમાં અનિલ મૂકીમ પ્રથમ એવા ચીફ સેક્રેટરી છે, કે જેણે 6 - 6 મહિનાનું સૌથી લાંબુ એક્સટેન્શન વય નિવૃત્તિ બાદ મેળવ્યું હોય. સામાન્ય રીતે ચીફ સેક્રેટરીને વધુમાં વધુ એક વર્ષનું એક્સટેન્શન વય નિવૃત્તિ બાદ આપી શકાય છે. અત્યાર સુધી, રાજ્ય સરકાર દ્વારા કોઇ પણ ચીફ સેક્રેટરીને સરકારની જરૂરિયાત મુજબ ત્રણ-ત્રણ મહિનાના એક્સટેન્શન આપવામાં આવેલા છે. પરંતુ માધવસિંહ સોલંકીની કોંગ્રેસ સરકારના તત્કાલિન ચીફ સેક્રેટરી એચ.કે.ખાન અને વર્તમાન વિજય રૂપાણી સરકારના ચીફ સેક્રેટરી અનિલ મૂકીમ આમાંથી બાકાત છે. આ બંન્ને અધિકારીઓએ ગુજરાતમાં સૌથી લાંબુ એક્સટેન્શન મેળવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution