રાજકોટ : રાજકોટમાં હાલ કોરોના વાયરસનો કહેર બનીને લોકો પર ત્રાટકી રહ્યો છે. રાજકોટ કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. બીજી બાજુ અહીં હોસ્પિટલોમાં કોરોનાથી મોત થયેલા દર્દીઓની લાશોના ઢગલા હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ સાથે કેવી રીતે સારવાર કરાય છે? કેટલો ભેદભાવ કરાય છે? અને અહીં દર્દીઓ પર કેટલો ત્રાસ અને જુલમો ગુજારવામાં આવી રહ્યા છે, તેના અનેક વીડિયો સામે આવ્યા બાદ આજે રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દર્દી સાથે મારામારીનો એક વીડિયો વાયરલ થયો છે. રાજકોટ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દી સાથે મારામારીના આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્ય્ છે કે દર્દીને માર મારવામાં આવી રહ્યો છે. વીડિયોમાં દર્દી પાણી માંગતો હોવાનો ઉલ્લેખ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે, તેમ છતાં પીપીઈ કીટ પહેરીને કેટલાંક લોકો દર્દીને ઉપર પડીને માર મારી રહ્યા છે. હોસ્પિટલના સિક્્યુરિટી ગાર્ડ પણ વીડિયોમાં દેખાઈ રહ્યા છે. ત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્ય્ છે કે શું આવી રીતે હોસ્પિટલોમાં સારવાર કરાઈ રહી છે. જાે આવી સ્થિતિ હોય તો લોકો હોસ્પિટલોમાં દાખલ જ થશે નહીં. શું રાજકોટ સિવિલમાં દર્દીઓ સાથે ઓરમાયું વર્તન કરાય છે? રાજકોટમાં સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીને બેરહેમીથી માર મારતો વીડિયો સામે આવ્યો છે. દર્દીને સિક્યુરીટી દ્વારા માર મરાતો હોવાનો વીડિયો આવ્યો સામે જેમાં પીપીઈ કિટ પહેરીને અન્ય એક કર્મચારી પણ મારી રહ્યો છે માર. વીડિયોમાં દર્દી માગી પાણી રહ્યો છે. 

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર મારવા મામલે સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. પંકજ બુચે પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે દર્દીને માર મારતો જે વીડિયો વાયરલ થયો છે તે ૮ તારીખે રાત્રે દાખલ થયેલા દર્દી પ્રભાશંકર પાટીલનો હોવાનું પંકજ બુચે જણાવ્યું. આ વીડિયો ૯ તારીખે વહેલી સવારનો હોવાનું સામે આવ્યું છે. સુપ્રિન્ટેન્ડેન્ટ પંકજ બુચનું કહેવું છે કે દર્દી કપડા કાઢી બારી પરથી કુદકો મારવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે સિક્યુરીટી ગાર્ડે તેમને અટકાવ્યો હતો. તેમણે કહ્ય્ કે સમગ્ર ઘટનાની તપાસ કમિટીને સોંપવામાં આવી છે. પરંતુ દર્દીને માર માર્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જાેઇ શકાય છે છતાં માર માર્યો છે કે નહીં તે અંગે સુપ્રિન્ટેન્ડેન્ટ અજાણ છે.