સેન્ટા ક્લોઝ બની મુંબઇનાં રસ્તા પર ફરતી જોવા મળી સલમાનની હિરોઇન
22, ડિસેમ્બર 2020 693   |  

મુંબઇ 

બોલિવૂડમાં સલમાન ખાનની હિરોઇન અને કેટરિના કૈફની લૂક અ લાઇક તરીકે જાણીતી એક્ટ્રેસ ઝરીન ખાન હાલમાં જ મુંબઇનાં બાન્દ્રા વિસ્તારનાં રસ્તા પર સેન્ટાક્લોઝ બનીને ફરતી નજર આવી હતી. હવે ક્રિસમસને ગણતરીનાં દિવસ બાકી છે. ત્યારે ઝરીન ખાન સેન્ટા ક્લોઝ બનીને મુંબઇનાં રસ્તા પર ફરતી નજર આવી છે. જેનો વીડિયો વૂમ્પલાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ વીડિયોમાં નજર આવે છે. ઝરીન કેમેરામેનને જોવે છે અને તેનાં ચહેરા પરથી દાઢી મૂંછ હટાવે છે.

ઝરીન ખાન આ વીડિયોમાં ઘણી જ ક્યૂટ દેખાય છે. તેનાં વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. જોત જોતામાં આ વીડિયોને 23,000થી વધુ વ્યૂઝ મળી ગયા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution