ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચાહકો તરફથી ‘કેજીએફ ચેપ્ટર ૧’ ને ખૂબ પ્રેમ મળ્યો હતો અને ચાહકોને યશનો અંદાજ ખૂબ પસંદ આવ્યો હતો. હવે તેમના ચાહકો ‘કેજીએફ ચેપ્ટર ૨’ માં રોકી ભાઈની એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે, હવે ફિલ્મના બીજા પાર્ટમાં અભિનેતા સંજય દત્ત અને અભિનેત્રી રવીના ટંડન પણ મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળશે. હવે ટૂંક સમયમાં ફિલ્મમાં સંજય દત્તના લુકનો પણ ખુલાસો થવાનો છે. આ વાતની જાણકારી સંજય દત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વ્રારા આપી છે

યશની અત્યંત પ્રભાવશાળી પરફોર્મન્સના કારણે ‘કેજીએફ ચેપ્ટર ૧’ ને હિન્દી, તમિલ અને કન્નડ ચેનલ પર પોતાના સેટેલાઈટ પ્રીમિયર દરમિયાન મહત્તમ ટીઆરપી પ્રાપ્ત થઈ હતી. એટલું જ નહીં, ઓટીટી પ્લેટફોર્મ પર ‘કેજીએફ ચેપ્ટર ૧’ ને શાનદાર સમીક્ષા મળી હતી. યશ પોતાની આગામી ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૨’ ની રીલીઝની તૈયારી માટે સખત મહેનત કરી રહ્યા છે અને તે નિશ્વિતરૂપે પોતાની આગામી ફિલ્મમાં એક અદભુત પરફોર્મન્સ આપવા માટે તૈયાર છે. અભિનેતા પોતાની શુટિંગના પ્રતિ એટલા ગંભીર હતા કે, તેમને દસ મિનીટના દ્રશ્ય માટે છ મહિનાની તાલીમ લીધી હતી.

સંજય દત્તે પોસ્ટ કરતા જણાવ્યું છે કે, ‘કેજીએફ ચેપ્ટર ૨’ માં તેમનું લુક ૨૯ જુલાઈના સવારે ૧૦ વાગે રીલીઝ થશે. પોસ્ટર શેર કરતા સંજય દત્તે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ક્રૂરતા કા અનાવરણ.’ અભિનેતાની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.