મુંબઇ-

સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, જિયો ફાઈબરમાં અરેબિયા પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ (PIF) એક અરબ ડોલર એટલે કે 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની તૈયારીમાં છે. સાઉદી અરબનું સોવરિન વેલ્થ ફંડ(SWF) પોતાના 300 અબ ડોલરના પોર્ટફોલિયામાં સમયના હિસાબે બદલાવ લાવવા જઈ રહ્યો છે. આ ફંડ સિલિકોન વેલીની મોટી કંપનીઓ, એવિએશન સેક્ટર અને ઓઈલ કંપનીઓમાં પોતાનું રોકાણ ધીમે-ધીમે ઓછું કરી રહ્યો છે.

ગત દિવસોમાં ખબર આવી હતી કે, અબૂધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જિયોના ફાઈબર બિઝનેસમાં ફરીથી રોકાણ કરવા માટે તૈયારી કરી રહી છે. આ બાદથી જ PIA જિયોના ફાઈબર બિઝનેસમાં રસ દેખાડ્યો હતો.

જાણકારી માટે બતાવી દઈએ કે, ADIA અનેPIF, બંને જ પહેલાં જિયો પ્લેટફોર્મ્સમાં મળીને 2.2 અરબ ડોલરનું રોકાણ કરી ચૂકી છે. જિયોમાં રોકાણ માટે મુકેશ અંબાણીએ 13 રોકાણકારો પાસેથી અત્યાર સુધી કુલ ૨૦.૮ અરબ ડોલર એકત્ર કર્યા છે. હાલ ફાઈબર બિઝનેસમાં રોકાણને લઈને ન તો રિલાયન્સ કે ન તો PIF તરફથી કોઈ જવાબ સામે આવ્યો છે.

સાઉદી અરામકો પણ રિલાયન્સના રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં રોકાણ કરવા માગી રહી છે અને આ દિશામાં વાટાઘાટો પણ ચાલી રહી છે. આમ અલગ અલગ સેક્ટરમાં સાઉદી અરબેયિના રોકાણની મદદથી મુકેશ અંબાણી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે પાર્ટનરશિપ નવી દિશામાં આગળ વધી રહી છે.