/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

હોડી દુર્ઘટનામાં ૧૪નાં મોત માટે શાળા સંચાલકો-શિક્ષકો પણ જવાબદાર

વડોદરા, તા. ૨૫

હરણી લેક ઝોનમાં બનેલી હોડી દુર્ઘટનામાં ૧૨ માસુમ બાળકો અને બે શિક્ષકોના મોત થયા છે. ત્યારે આ ઘટનામાં જેટલા જવાબદાર કોન્ટ્રાકટર છે તેટલા જ જવાબદાર શાળાના સંચાલકો અને શિક્ષકો પણ છે. ઘટનામાં બે શિક્ષકોના મોત માટે લોકસત્તા જનસત્તા પણ સંવેદના રાખે છે. પરંતુ ઘટના બન્યા બાદ પોલીસ તપાસમાં આવેલી વિગતો અનુસાર ક્યાંયને ક્યાંય બાળકો માટે પ્રવાસની જગ્યા નક્કી કરનાર શાળા સંચાલકો અને બાળકોને પ્રવાસે લઈને આવનાર શિક્ષકો પણ ક્યાંયને ક્યાંય જવાબદાર ઠરે છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાને પરવાનગી આપવામાં આવે ત્યારે તેની સાથે અનેક નિયમોનું પાલન કરવાની બાંહેધરી પણ લેવામાં આવતી હોય છે. જેમાંથી જ એક નિયમ છે કે, બાળકોને પ્રવાસે લઇ જતા પહેલા જિલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી લેવી. જાેકે, હરણીની દુર્ઘટનામાં શાળા સંચાલકો દ્વારા શિક્ષણાધિકારીની પરવાનગી લેવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાને નોટિસ પણ આપવામાં આવી છે. જેમાં શાળાને તમામ પુરાવા સાથે દિન સાતમા જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. તો બીજી તરફ શાળા સંચાલકો દ્વારા જયારે પ્રવાસની જગ્યા નક્કી કરવામાં આવે છે ત્યારે તે સ્થળની સુરક્ષાની તપાસ કરાવવાની જવાબદારી પણ શાળા સંચાલકોની જ હોય છે. આ ઘટનામાં પણ જાે, શાળા સંચાલકો દ્વારા સ્થળ મુલાકાત કરી સુરક્ષાની તપાસ કરવામાં આવી હોય તો ઘટના કદાચ ન બની હોત અને ૧૪ હતભાગીઓના જીવ બચી ગયા હોત. તેની સાથે સાથે જે શિક્ષકો પ્રવાસમાં સાથે ગયા હતા તેમની પણ તેટલી જ જવાબદારી બને છે. ઘટના બાદ શિક્ષકોએ આક્ષેપ કર્યો હતો કે, બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડવામાં આવ્યા ત્યારે વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ લાઈફ જેકટ ન પહેરાવવા બાબતે પણ રજૂઆત કરી હતી. પરંતુ શું બોટના ચાલક કે પછી કોન્ટ્રાકટર દ્વારા શું શિક્ષકો અને બાળકો સાથે ક્ષમતા કરતા વધારે બોટમાં બેસવા માટે બળજબરી કરવામાં આવી હતી તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે. જાે બળજબરી કરવામાં આવી ન હતી તો પછી શિક્ષકો દ્વારા તેનો વિરોધ કેમ ન કરવામાં આવ્યો તે પણ પ્રશ્ન છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવી ત્યારે ૯૯ લાઈફ જેકેટ મળી આવ્યા છે. તો પ્રશ્ન એ થાય છે કે, લાઈફ જેકેટ હતા છતાં નથી પહેરાવવામાં આવ્યા ત્યારે શિક્ષકોએ જાે વિરોધ કર્યો હતો તો તમામ બાળકો અને બે શિક્ષકોએ પણ લાઈફ જેકેટ પહેર્યા હોત અને તેમના મોત થયા નહોત.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટરનો જવાબદાર છે જ પરંતુ તેની સાથે વાંક શાળા સંચાલકો અને શિક્ષકોનો પણ સામે આવી રહ્યો છે. હવે, જાેવાનું એજ રહ્યું કે, શિક્ષણાધિકારી દ્વારા આવપમાં આવેલી નોટિસનો શું જવાબ આવે છે. એટલું જ નહીં જવાબ બાદ કાયદા અનુસાર શું પગલાં લેવામાં આવે છે તે પણ જાેવાનું રહ્યું.


ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ના અમલીકરણમાં જિલ્લા કલેક્ટરાલય નિષ્ફ્ળ

વડોદરા, તા. ૨૫

હરણી લેક ઝોનની ઘટના બાદ લોકસત્તા જનસત્તા દ્વારા ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ અનુસાર પહેલા જિલ્લા કલેકટર અને પછી મ્યુનિ. કમિશનરની કામગીરી શું તે ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દૂરંદેશીથી બનાવવામાં આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ બાદ કેન્દ્ર સરકાર દ્વારા પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં પણ પ્રકરણ ચાર્મ જિલ્લા કલેકટરની જવાબદારી સ્પષ્ટ નક્કી કરવામાં આવી છે. પ્રકરણ ચાર અનુસાર જિલ્લા કક્ષાએ કલેકટરના અધ્યક્ષ સ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ અંતર્ગત જુદી જુદી કમિટીની રચના કરવાની હોય છે. જે કમિટીમાં રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોના જિલ્લા કક્ષાના અધિકારીઓનો સમાવેશ કરવાનો હોય છે. તેની સાથે સાથે કમિટીમાં વિષય તજજ્ઞોનો પણ સમાવેશ કરવાનો હોય છે. જાેકે, વડોદરા જિલ્લાના વહીવટી તંત્ર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ના અમલીકરણમાં નિષ્ફ્ળ નીવડ્યું છે. જાે, સ્ટેટ અને નેશનલ ડિઝાસ્ટર એક્ટનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો હોત તો હરણી લેક ઝોનની ઘટના કદાચ બની જ ન હોત.

પાલિકાની સ્થાયી સમિતિમાં જાગૃતિ કાકાએ જવાબદારીની વાત કરતાં કમિશનર ભડક્યા!

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક આજે બપોરે મળી હતી. જેમાં મળતી વિગતો મુજબ સ્થાયી સમિતિના સભ્ય જાગૃતિ કાકાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, હોડી દુર્ઘટના બની છે. અમારા વિસ્તારમાં પણ ફાયર ટેન્કરો આવી શકતા નથી. એટલા દબાણો છે કે, કોઈ દુર્ઘટના બને તો બચાવ કામગીરી થઈ શકે નહીં અને તેમાં જવાબદારી તમારી (મ્યુનિ. કમિશનર) રહેશે. જાગૃતિ કાકાએ મ્યુનિ. કમિશનર સામે આંગળી ચીંધતાંની સાથે જ મ્યુનિ. કમિશનર દિલીપ રાણા ભડક્યા હતા અને કહ્યું હતું કે, જવાબદારી નક્કી કરતાં પહેલાં તમે વિચારો કે જવાબદારી કોની આવે છે. ખાલી - ખાલી તમારે જવાબદારી બોલવાની હોય તો હું સીએમને જઈને રાજીનામું આપી દઈશ. ઉલ્લેખનીય છે કે, મહિલા સભ્ય દરેક સ્ટેન્ડિંગમાં ચેરમેન અને કમિશનરને ઉગ્ર રજૂઆત કરે છે. ત્યારે કમિશનર ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા સભ્યના વર્તનથી નારાજ થઈને મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની વાત કરી હોવાનું પણ જાણવા મળે છે.

અમારો આશય તંત્રને જગાડવાનો, આવી ઘટનાઓ અટકાવવાનો છે

લોકશાહીના ચોથા આધાર સ્તંભ તરીકે લોકસત્તા જનસત્તાની જવાબદારી બને છે કે, સત્ય હકીકત ઉજાગર કરવી. હરણી લેક ઝોનની ઘટનામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ અનુસાર પહેલા જિલ્લા કલેકટરની અને પછી મ્યુનિ. કમિશનરની જવાબદારી અંગે અમે હકીકત પ્રકાશિત કરી હતી. જેમાં અખબારનો આશય વિષયને અન્ય દિશામાં લઇ જવાનો નથી. આશય માત્ર આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે તંત્રની આંખો ખોલવાનો છે. હરણી લેક ઝોનની ઘટનામાં અનેક જવાબદારોની નિષ્કાળજીને લીધે ૧૨ માસુમ બાળકો અને બે શિક્ષકોના મોત થયા છે, અમારું હૃદય કકળી ઊઠ્યું છે. ઘટના વખતે અને તેના બીજા દિવસે સમાચારો લખતા તેમજ તેને પ્રકાશિત કરતા અમારી પણ આંખો ભીંજાઈ ગઈ હતી. અમે અમારી ફરજ નિભાવી છે. લોકજાગૃત્તિ માટે અમે પહેલા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ અને આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ અંતર્ગત કોની શું જવાબદારી તે જણાવવાનો પ્રયાસ કર્યો છે. આ શ્રૃંખલા પ્રસિદ્ધ કરીને અમારો આશય એટલો જ છે કે, તંત્ર જાગે. કાયદાનો અમલ કરાવવામાં આવે, જરૂરી કમિટીઓની રચના કરવામાં આવે, જેથી આવી ઘટનાઓ બનતા અટકાવી શકાય.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution