ડભોઇ, તા.૧૮ 

ડભોઇમાં રેલવે દ્વારા બનાવામાં આવેલ અંડર પાસ નાળામાં ઘૂટણ સમા પાણી ભરાઇ રહે છે. જેનો નિકાલ કરવામાં આવતો નથી જેને કારણે વસાહતમાં રહેતા રહીશો અને આ રોડ આગળ નડા ગામમાં જતો હોય લોકો ને અવર જવર કરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. જેથી તંત્ર દ્વારા વહેલી તકે આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી સૌ ગામ લોકોની માંગ છે. પણ આ રેલ્વે લાઇન ને પગલે ડભોઇ ની કેટલીક વસાહતો અને ગામો ને અસર કરતી હોય વરસાદી પાણીનો ભરાવો થતાં મંગળવારે રેલ્વે અધીકારીઓ સાથે વહીવટી તંત્રને સાથે રાખી ધારાસભ્ય શૈલેષ મહેતાએ રેલ્વે લાઇન અને વસાહતો નું નિરિક્ષણ કરી લાગત અધીકારીઓને પાણીના નિકાલ માટે જરૂરી સૂચનો કર્યા હતા. વસાહત ના લોકો દ્વારા ધારાસભ્ય ને પોતાને પડતી સમસ્યાઓ વિષે જણાવ્યુ હતું.