લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓને શોકોઝ નોટિસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026  |   2574

આણંદ સહિત જીલ્લામાં લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓ દ્વારા છેલ્લા બાર દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા સ્થાનિક ઉચ્ચ અધિકારી દ્વારા હડતાળિયા કર્મચારીઓ ને કારણદર્શક નોટિસ પોસ્ટ મારફત નહીં પરંતુ વ્હોટ્સએપ દ્વારા આપતાં કર્મચારીઓ દ્વારા અસ્વીકાર કરતાં મામલો ગરમાયો હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર ગત માસની ૧૧થી૧૮ પેન ડાઉન બાદ ૧૯મીના માસ સીલ અને ત્યારબાદ ૨૧મીથી લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાલ પર જતાં જમીન માપણી પ્રોપર્ટી કાર્ડ સહિતની અન્ય કામગીરી ઠપ થતાં સ્થાનિક ઉચ્ચ અધિકારી દ્વારા હડતાળિયા કર્મચારીઓ ને કારણદર્શક નોટિસ ફટકારી આંદોલનના કારણે પ્રજાલક્ષી કામગીરી ખોરવાતા હાલાકી સર્જાતા સરકારી કામકાજમાં રૂકાવટ અને વિક્ષેપ ઉભા થતાં હોય સરકારના હીતના વિરુદ્ધ હોય ગુજરાત રાજ્ય મુલ્કી સેવા નિયમો ૧૯૭૧ના નિયમ ૬ અને હડતાલ ખંડ (૧)(૨)ની જાેગવાઇ ના ભંગ થતાં હોય ૧૯મીના માસ સીએલ બાદ અચોક્કસ મુદતની હડતાલ ને સમય તૂટ કેમ ન ગણવી ના ખુલાસો માંગતી નોટિસ આપતાં કર્મચારીઓ દ્વારા નોટિસ પોસ્ટ મારફત ના બદલે વ્હોટ્સએપ દ્વારા મોકલતા તેના અસ્વીકાર કરતાં મામલો ગરમાયો હોવાનું જાણવા મળેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution