/
શ્રદ્ધાળુઓની આંખોના ઝળઝળીયા અને વરસાદી માહોલની જુગલબંધી વચ્ચે સાતમા દિવસે શ્રીજીની વિદાય

વડોદરા, તા.૧૬

વડોદરા શહેરમાં આન-બાન-શાન સાથે આતિત્ય માણી રહેલા શ્રીજીના ઉત્સવનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું. ગણેશોત્સવના સાતમા દિવસે શહેરના નાના મોટા ગણેશ મંડળો દ્વારા કોરોનાની ગાઈડલાઈન અનુસાર શ્રીજીની વિસર્જન યાત્રાઓ શહેરના રાજમાર્ગો ઉપર નીકળી હતી. ગણેશ ભક્તોએ આ વરસે શ્રીજીના દૂરથી દર્શન અને પુષ્પવર્ષા કરી સંતોષ માણ્યો હતો. આ વિસર્જન યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં તેમજ સોસાયટીઓ, એપાર્ટમેન્ટોમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. શહેર ઉત્સવપ્રિય નગરી છે. હાલમાં કોરોનાની મંદગતિ હોવાથી શ્રીજીની સ્થાપના અને તેના વિસર્જન માટે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈન અનુસાર જ શ્રીજીના વિસર્જન માટે જૂજ ભક્તોની હાજરીમાં શહેરમાં બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કભરવામાં આવે છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવેલ જેમાં આજે એટલે કે સાતમા દિવસે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરમાં બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવોમાં જ શ્રીજીનું વિસર્જન કરવા માટે પાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સાતમા દિવસે શહેરના ગણેશ મંડળો દ્વારા ત્રાંસા, ઢોલનગારાં સાથે શ્રીજીની શહેરના રાજમાર્ગો ઉપર નીકળી હતી અને યાત્રા સ્વરૂપે જ શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution