/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

લોકોને મદદ કરવા માટે રાજ્ય સરકાર તત્પર - નીતિન પટેલ

છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષતામાં રૂપિયા ૩૦૦૫.૮૩ લાખના ખર્ચે નવનિર્મિત બે પુલો ઇ- લોકાર્પણ અને રૂપિયા ૭૫૫૯.૯૭ લાખના ખર્ચે બનાવવામાં આવનાર રેલવે ઓવરબ્રિજ, બ્રીજાે અને રસ્તાના કામોનું ઇ- ખાતમુહૂર્ત મળી કુલ રૂપિયા ૧૦૫૬૫.૮૦ લાખના કામોનું ઇ- લોકાર્પણ અને ઇ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવાએ સરકારની વણથંભી વિકાસયાત્રાનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે રાજ્ય સરકાર દ્વારા જનસુખાકારી અર્થે કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતે વાત કરતા જણાવ્યું હતુ કે સરકાર ગામડા અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સારી સગવડો ઉપલબ્ધ થાય એ માટે સતત પ્રયત્નશીલ છે, માટે જ આજે ગામડાઓનો ખૂબ સારો વિકાસ થઇ રહ્યો છે એમ વધુમાં જણાવ્યું હતું. ઉપરાંત તેમણે સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

સંખેડાના ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવીએ જણાવ્યું હતું કે જિલ્લાની જનતાની લાગણી અને માંગણી સંતોષતા સરકારે જિલ્લામાં રસ્તા, ઓવરબ્રિજ અને પુલોના કામો મંજૂર કર્યા છે. મંજૂર થયેલા કામો વહેલી તકે શરૂ થાય અને પૂર્ણ થયેલા કામો લોકો માટે ખુલ્લા મૂકવામાં આવે એ માટે આ ઇ- લોકાર્પણ અને ઇ- ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમ જણાવ્યું હતુ.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution