ગાંધીનગરમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026  |   1287

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે વિશાળ તિરંગા યાત્રાને પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “હર ઘર તિરંગા” અભિયાનને “હર દિલ તિરંગા”નું જન આંદોલન બનાવવા આહવાન કર્યુ હતું.વડાપ્રધાન મોદીની પ્રેરણાથી દેશભરમાં તા. ૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી તિરંગા યાત્રા રાષ્ટ્ર માટે સૌ પોતાનું સવર્શ્રેષ્ઠ યોગદાન આપે તેવી અદમ્ય ચેતના જગાવતી યાત્રા બની રહી છે. ત્યારે આજે ગાંધીનગરમાં ગાંધીનગર મનપા અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં તિરંગા સાથે નાગરિકો ઉમટી પડ્યા હતા.પોલીસ જવાનો દ્વારા રજૂ કરાયેલો ‘ડેરડેવિલ્સ શો’ સૌ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ તિરંગા યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ધારાસભ્યો અને મુખ્યસચિવ એમ.કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓનું બલિદાન ચિરંજીવ રાખવા “હર ઘર તિરંગા” અભિયાન દેશમાં શરૂ થયું છે.તેમણે જણાવ્યું હતું કે, તિરંગા યાત્રા એ દેશની એકતા અને અખંડિતતાની યાત્રા છે અને હ્રદયમાં ભારત ભક્તિ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution