લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓગ્સ્ટ 2026 |
5940
પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR ) પ્રક્રિયા દરમિયાન, મતદારોએ નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી હતી, જેના કારણે સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. ગંભીરતાથી લેતા સુપ્રીમે ચૂંટણી પંચને નોટિસ ફટકારીને SIR સંબંધિત કેસોના નિરાકરણ પર જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પ.બંગાળમાં SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી જેમના નામ દૂર કરવામાં આવ્યા હતા તેમના દ્વારા દાખલ અપીલના નિરાકરણ અંગે માહિતી પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશની બેન્ચે પશ્ચિમ બંગાળના દરેક બ્લોકમાં ટ્રિબ્યુનલની સ્થાપના અને અપીલનો સમયસર નિકાલ કરવાની માંગ કરતી અરજીનો જવાબ માગતી ECIને નોટિસ પણ ફટકારી છે.