નારાયણ સાંઈની આજીવન કેદ પર રોકની અરજી સુપ્રીમે ફગાવી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓગ્સ્ટ 2026  |   2871

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ૨૦૧૩ના બળાત્કાર કેસમાં સ્વ-ઘોષિત ગોડમેન આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જાેકે, કોર્ટે ગુજરાત હાઇકોર્ટને તેમની સજા સામે સાઇની પેન્ડિંગ અપીલનો ત્રણ મહિનાની અંદર નિકાલ કરવાનો પ્રયાસ કરવા કહ્યું. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને પી.બી. વરાલેની બેન્ચે કહ્યું, “અમે હાઇકોર્ટને વિનંતી કરીએ છીએ કે તેઓ ત્રણ મહિનાની અંદર અપીલનો નિકાલ કરવાનો પ્રયાસ કરે. અમે એ પણ સ્પષ્ટ કરીએ છીએ કે અરજદાર અને રાજ્ય સરકાર બંને આ પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ કરશે.”નારાયણ સાંઈના વરિષ્ઠ વકીલ એન. હરિહરને કોર્ટને માહિતી આપી હતી કે વહેલી સુનાવણી માટે અરજી કરવા છતાં, તેમની અપીલ પર સુનાવણી હજુ શરૂ થઈ નથી. સુપ્રીમ કોર્ટે નારાયણ સાંઈને જાે તેમની અપીલનો ર્નિણય ત્રણ મહિનાની અંદર ન આવે તો ફરીથી સુપ્રીમ કોર્ટમાં જવાની સ્વતંત્રતા પણ આપી હતી. નારાયણ સાંઈની સજા સામેની અપીલ ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. અગાઉ, ૪ મેના રોજ, હાઇકોર્ટે સજા સ્થગિત કરવા અને જામીન મેળવવાની તેમની અરજી ફગાવી દીધી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution